BREAKING NEWS: જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા મચી દોડધામ, 4 લોકો કાટમાળ નીચે દટાયા

Building collapsed in Kadiyawad area of Junagadh: જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. અનેક લોકો આ કાટમાળમાં દટાયા હોવાની શંકા છે. અત્યારે પોલીસ તંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.(Building collapsed in Kadiyawad area of Junagadh) બિલ્ડીંગ પડવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક હોવાથી 4 લોકો અંદર દટાયા હોવાની શંકા છે. અત્યારે પોલીસ તંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.

દાતાર રોડ પર એક માળનું મકાન ધરાશાયી થઈ છે. આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા છે. તેમજ હાલ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયા છે. લોકો મેઘરાજાને હવે ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.

જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા છે. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે.

NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *