હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણીવાર તો એક મિત્ર એ લાલચમાં આવીને પોતાનાં જ મિત્રની હત્યા કરી નાખતો હોય છે. આવી ઘટનાઓ તમે પણ સાંભળી જ હશે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. આ ઘટનાને સાંભળીને તમને પણ નવાઈ લાગશે.
ખુર્જાનાં રહેવાસી વિવેક ઉર્ફ વિક્કી તથા બુલંદશહેરનાં રહેવાસી વકીલ ધર્મ ધર્મેન્દ્ર બંને મિત્ર હતાં. દોસ્તી તો એવી કે વિકી ધર્મેન્દ્રને ભાઈ કહીને જ બોલાવતો હતો, પરંતુ રૂપિયાની લેવડ-દેવડ બાબતે બંનેની વચ્ચે ઝઘડો થયો. હાલમાં ચાલી રહેલ લોકડાઉનનો લાભ લઈને વિક્કીએ તેનાં મિત્ર ધર્મેન્દ્રને ઠેકાણે પડવાનું નક્કી કરી લીધું હતું.
અને તેની માટે તેણે પોતાનાં જ ગોડાઉનની જગ્યાને પસંદ કરી હતી. વિક્કી એ ધર્મેન્દ્રને જમવાં બોલાવવા માટે અહી જ બોલાવી લેતો હતો, પરંતુ કોઈક ને કોઈકનાં આવી જવાથી એની આ યોજના નિષ્ફળ થઈ જતી હતી.પોલોસની સામે જ વિક્કી એ કબુલ કર્યું હતું, કે તેણે 3 મહિનામાં કુલ 25 વખત ધર્મેન્દ્રને જમવાં માટે પોતાનાં જ ગોડાઉનમાં બોલાવ્યો હતો, પરંતુ 26 મી વાર વિક્કી એ જમવાંની શરૂઆત કરતાં પહેલાં જ તેની હત્યા કરી નાખી હતી.
કુલ 3 મહિનામાં 25 વખત બુલંદશહેરથી માત્ર જમવાં માટે વિક્કી એ ધર્મેન્દ્રને બોલાવ્યો હતો. ધર્મેન્દ્ર પણ એ માટે જ આવતો હતો કારણ કે ખુર્જાનાં આલુ-પનીર ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ, જમ્યાં પછી જયારે પણ વિક્કી એ એનાં કુલ 2 નોકરની સાથે મળીને એની હત્યા કરવાનો પ્રયાસ કરતાં ત્યારે કોઈને કોઈ વિક્કીને મળવા માટે આવી જતું હતું.
વિક્કી એ પોલીસને જણાવ્યું હતું, કે મારાં મિત્રોને પણ કોઈ રીતે જાણ થઈ જતી હતી, કે મારાં ગોડાઉનમાં જમવાનું ચાલી રહ્યું છે.25 જુલાઈની રાત્રે ફરીવાર વિક્કી એ ધર્મેન્દ્રને જમવાં માટે બોલાવ્યો હતો. નોકર પણ તૈયાર જ હતાં. જમવાં માટે આલુ-પનીર પણ બની ગયાં હતાં.
પરંતુ, ધર્મેન્દ્ર આવ્યો એટલે તરત જ એમણે જમવાં બેસવાની રાહ જોયાં વગર જ ત્રણેયે મળીને તેની હત્યા કરી નાંખી હતી. ધર્મેન્દ્રનાં ચહેરાની ઓળખ છુપાવવા માટે ધારદાર હથિયારો વડે ઘણાં ઘા માર્યા. ત્યારબાદ મૃતદેહને સળગાવવાનાં પણ ઘણાં પ્રયાસો કર્યાં. ત્યારબાદ મૃતદેહને ગોડાઉનમાં જ દાટી દેવામાં આવ્યો હતો.
ધર્મેન્દ્રને ગાયબ થવાથી તેનાં કુટુંબીજનો એ બુલંદશહેરમાં અપહરણનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ પણ તપાસમાં લાગી ગઈ હતી.વિકકી પણ પોલીસની સાથે મળીને મિત્રની શોધખોળ કરવામાં લાગી ગયો. જે જંગલની પાસેથી ધર્મેન્દ્રની બાઇક મળી આવી હતી, ત્યાં પોલીસે ડ્રોનથી પણ શોધ કરી હતી, પરંતુ ધર્મેન્દ્ર મળ્યો નહીં.
1 ઓગસ્ટનાં રોજ પોલીસને જાણ થઈ કે પોલીસ ચોકી નજીક વિકીનાં આરસનાં ગોડાઉનમાં ધર્મેન્દ્રને મારી નાંખ્યો હતો તથા તે જ જગ્યાએ દફનાવવામાં પણ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ગોડાઉનની તપાસ કરતાં લાશ મળી આવી હતી. પોલીસે વિકી તેમજ તેના 2 નોકરોની પણ ધરપકડ કરી છે. વિક્કીએ તેના નોકરને મકાન આપવાની લાલચ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP