છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક ખુબ જ વધી ગયો છે, ત્યારે હવે તો એક પોલીસ ઓફિસરને જ આનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો અને કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિલ્હી (Delhi)માં એક પોલીસ કોન્સ્ટેબલ (Police constable)ને આખલાએ શિંગડા પર ઉચકીને નીચે ફેક્યા હતા. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
View this post on Instagram
કોન્સ્ટેબલ જ્ઞાનસિંગ જ્યારે ફરજ પર હતા ત્યારે શેરપુર ચોકડી પર ઉભા હતા. આ દરમિયાન આખલાએ તેના પર પાછળથી હુમલો કર્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ગયા હતા. સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મી અને સ્થાનિક લોકો તેને ઉપાડી લે છે. આ ઘટનાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને જ્ઞાન સિંહને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
ફરજ પર રહેલા જ્ઞાનસિંહ પર બળદે પાછળથી હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે પોતાના મોબાઈલથી પસાર થતા વ્યક્તિનો ફોટો લઈ રહ્યા હતા. સદનસીબે, તેઓને આખલાએ પછાડ્યા પછી હુમલો કર્યો ન હતો. જે બાદ ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ થોડીવાર માટે રોડ પર પડેલા રહે છે. તેને ફરજ પરના સ્થાનિક લોકો ઉપાડે છે અને દોડી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.