જેતપુરમાં આખલાનો આતંક, રાહદારીને ઉછાળ્યા- જુઓ વિડીયો

જેતપુરમાં દિવસેને દિવસે આખલાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરના જૂના પાંચ પીપળા રોડ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક આખલો ભૂરાયો થયો હતો અને 2 રાહદારીઓનો…

જેતપુરમાં દિવસેને દિવસે આખલાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરના જૂના પાંચ પીપળા રોડ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક આખલો ભૂરાયો થયો હતો અને 2 રાહદારીઓનો અડફેટે લીધા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનામાં આખલાના હુમલાનો ભોગ બનેલા બંન્ને રાહદારીઓને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તો બીજી તરફ આ વિસ્તારના લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે. તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને શહેરીજનોમાં રોષ વ્યાપી ગયો છે.

રહીશો દ્વારા અનેક વખત પાલિકા ને જાણ કરવા છતાં તંત્ર એ ધ્યાન ન આપતા લોકો એ જાતે રેસ્ક્યુ કરી આખલા ને પકડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *