Indian Bank Recruitment 2025: બેન્કમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવારો બેન્કમાં નોકરી કરવાનું વિચારી રહ્યાં છે, તેના માટે (Indian Bank Recruitment 2025) આ સુવર્ણ તક છે. આ માટે ઇન્ડિયન બેન્કે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન અંતર્ગત આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે. તે સત્તાવાર વેબસાઈટ indianbank.in પર જઈને અરજી કરી શકે છે.
આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તે 3 માર્ચ 2025 સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. સાથે જ આ જગ્યાઓ પર અરજી કરતા પહેલા ઉમેદવારએ ધ્યાનથી આ આર્ટિકલમાં આપેલી વિગતો જોઈ લેવી જોઈએ….
વય મર્યાદા
ઇન્ડિયન બેન્કની આ ભરતી માટે જે ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેની ન્યૂનતમ વય મર્યાદા 22 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે જે પણ અરજી કરી રહ્યા છે, તેની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાનમાંથી BSW/B.A/B.Comની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. સાથે જ ઓફિસ આસિસ્ટન્ટ તરીકેના કામનો અનુભવ હોવો જોઈએ. તે સિવાય લોકલ ભાષા લખવા અને બોલવામાં કુશળ હોવા જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઓફિસ આસિસ્ટન્ટ જગ્યાઓ માટે પસંદગી બે તબક્કામાં થશે.
લેખિત પરીક્ષા – આ પરીક્ષાના માધ્યમથી સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર સ્કિલનું મૂલ્યાંકન કરવામાં આવશે.
પર્સનલ ઇન્ટરવ્યૂ – આ ફેઝમાં કમ્યૂનિકેશન સ્કિલ, લીડર ક્ષમતા, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને ડેવલપમેન્ટલ માઇન્ડ સેટનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
જે ઉમેદવાર આ નોકરી કરવા માંગે છે, તેઓને અરજી ફોર્મ ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ સાથે નીચે આપવામાં આવેલા સરનામા પર મોકલવાનું રહેશે.
ડિરેક્ટર, ભારતીય બેંક ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, 258, લેનિન સ્ટ્રીટ, કુયાવરપલયમ, પુડુચેરી – 605 013
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App