બેંકમાં નોકરી કરવાની શાનદાર તક: સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડિયામાં બહાર પડે બમ્પર ભરતી, જાણો પગાર અને લાયકાત

Central Bank of India Recruitment: બેંકિંગ સેક્ટરમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ફેકલ્ટી અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ રસ ધરાવતા ઉમેદવારો (Central Bank of India Recruitment) આપેલી વેબસાઇટ centerbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2024 છે, રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખ સુધીમાં અરજી કરવી જોઈએ.

કઇ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
આ ભરતી અભિયાન દ્વારા ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ અને ચોકીદાર કમ ગાર્ડનરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

યોગ્ય પાત્રતા
ફેકલ્ટી: આ પોસ્ટ માટેના ઉમેદવારો ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન હોવા જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટઃ આ પોસ્ટ માટેના ઉમેદવારો ગ્રેજ્યુએટ એટલે કે BSW/BA/B.Com અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. મૂળભૂત એકાઉન્ટિંગનું જ્ઞાન એ વધુ સારી લાયકાત છે.
ચોકીદાર: આ પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 7 પાસ કરેલ હોવું જોઈએ.
તમામ પોસ્ટ માટે વય મર્યાદા 22 થી 40 વર્ષની રહેશે.
સંબંધિત વિષયો પર વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

પસંદગી પ્રક્રિયા
આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને પ્રેઝન્ટેશનનો સમાવેશ થશે. લાયક ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને આ અંગે સોસાયટી/ટ્રસ્ટનો નિર્ણય આખરી રહેશે.

પગાર
ફેકલ્ટી: કરારની રકમ ₹30,000થી ₹40000/- નક્કી કરવામાં આવશે. વાર્ષિક રૂ. 2000 નું વાર્ષિક ઈન્સેન્ટિવ આપવામાં આવશે તેમજ મોબાઇલ ભથ્થું દર મહિને ₹300/- આપવામાં આવશે.
ઓફિસ આસિસ્ટન્ટ: ₹20000થી ₹27500/-નો પગાર નક્કી કરવામાં આવશે. વાર્ષિક રૂ. 1500 નું વાર્ષિક ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
ચોકીદાર: ₹12000 રૂપિયા રહેશે