Agarbatti Astro: ભગવાનમાં આસ્થા ધરાવતા મોટાભાગના લોકો ભગવાન સમક્ષ અગબત્તી કરવાનું નથી ભૂલતા. ઘર હોય કે મંદિર પ્રસાદ સાથે અગરબત્તી જરૂર હોય છે. કોઇ બે અગરબત્તી પ્રગટાવે છે તો કોઇ પાંચ. માર્કેટમાં અલગ-અલગ સુગંધ વાળી અગરબત્તી (Agarbatti Astro) મળે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં અગરબત્તી પ્રગટાવવી અશુભ હોય છે. અગરબત્તી પ્રગટાવવી ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ વર્જિત માનવામાં આવે છે. જી હા, મોટાભાગના લોકો આ વિશે નથી જાણતા અને આપણે આપણી પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવવી જરૂરી સમજીએ છીએ.
વાંસને સળગાવવાથી ભાગ્યનો નાશ થાય છે
દૈનિક દિનચર્યામાં ઘરેથી નીકળતા પહેલા આપણે અગરબત્તી પ્રગટાવીને જ ભગવાનની પૂજા કરીએ છીએ, પરંતુ અગરબત્તી અશુભ છે તે આપણે નથી જાણતા. જ્યોતિષના અનુસાર, વાંસને સળગાવવાથી ભાગ્ય અને વંશનો નાશ થાય છે. માન્યતાઓ અનુસરા વાંસને ભાગ્યવર્ધક અને વંશ વૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે.
પૂજામાં વાંસ સળગાવવો અશુભ
આ કારણે હિન્દુ ધર્મમાં વાંસથી બનેલી અગરબત્તી પ્રગટાવવી નિષેધ છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર વાંસનો ઉપયોગ ઠાઠડી બનાવવામાં થાય છે. પરંતુ દાહ સંસ્કારમાં વાંસ બાળવામાં નથી આવતો. તેથી વાંસમાંથી બનેલી અગરબત્તીઓને પૂજનમાં પ્રગટાવવી શુભ માનવામાં નથી આવતી. લગ્ન, જનોઇ, મુંડન વગેરેમાં વાંસની પૂજા કરવામાં આવે છે. લગ્નમાં વાંસથી મંડપ બનાવવામાં અને શણગારવામાં આવે છે. તેથી પૂજા વિધિમાં વાંસમાંથી બનેલી અગરબત્તી પ્રગટાવવી નિષેધ માનવામાં આવે છે.
જાણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
અગરબત્તી પ્રગટાવવાથી લઇને થતા નુકસાનમાં ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક તર્ક પણ છે. અગરબત્તી પ્રગટાવવાની લઇને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો વાંસમાં ભારે માત્રામાં લેડ અને હેવી મેટલ હોય છે. જેને સળગાવવાથી લેડ ઓક્સાઇડ બને છે.
અગરબત્તી સળગાવવાથી થાય છે લાભ
જ્યોતિષ અનુસાર કોઈપણ દેવી-દેવતાની પૂજા દરમિયાન અગરબત્તી સળગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અગરબત્તીઓની સુગંધથી આખું ઘર મહેકી ઉઠે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો કે પૂજા દરમિયાન વર્ષની અગરબત્તી ના સળગાવવી જોઈએ.
હવામાં રહેલા જંતુઓનો થાય છે નાશ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી સળગાવીએ તો તેની અસર વધુ થાય છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. આટલું જ નહીં, અગરબત્તીઓમાંથી નીકળતા ધુમાડાથી હવામાં રહેલા ખતરનાક કીટાણુઓ નાશ પામે છે. જેના કારણે ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને પરિવારના સભ્યો રોગોથી બચે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App