ગમખ્વાર અકસ્માતમાં ઊંડી ખીણમાં ખાબકી બસ, એક સાથે 10 લોકોના કરુણ મોત- જુઓ ઘટનાનો LIVE વિડીયો

Bus Accident in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir Accident )માં મંગળવારે એટલે કે આજે સવારે એક મોટો અકસ્માત (Bus Accident in Jammu Kashmir) થયો હતો.…

Bus Accident in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir Accident )માં મંગળવારે એટલે કે આજે સવારે એક મોટો અકસ્માત (Bus Accident in Jammu Kashmir) થયો હતો. એક બસ ઊંડી ખીણમાં પડી, જેમાં અનેક મુસાફરોના મોત થયા. તે જ સમયે, ઘણા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત (10 people died in accident) થયા છે. આ ઘટના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (Jammu-Srinagar National Highway) પર બની હતી, જ્યારે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી, જેમાં મોટાભાગના મુસાફરો વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તમામ મુસાફરો બિહારના રહેવાસી હતા. પંચનામા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં 10 લોકોના મોત:

પોલીસે જણાવ્યું કે બસ અકસ્માત જમ્મુ જિલ્લાના કટરાથી લગભગ 15 કિમી દૂર ઝજ્જર કોટલી પાસે થયો હતો. જમ્મુના ડેપ્યુટી કમિશનર (DC) અવની લવાસાએ માહિતી આપી હતી કે 10 લોકો માર્યા ગયા છે અને 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. બસ અમૃતસરથી કટરા તરફ જઈ રહી હતી.

ઇજાગ્રસ્ત લોકોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા:

પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને જીએમસી જમ્મુ લાવવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના કેવી રીતે બની, તેની જાણકારી હજુ મળી નથી. હાલ મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાગૃત મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બસ સફેદ અને ગુલાબી રંગની હતી જેના પર પ્રિન્સ ટ્રાવેલ્સ લખેલું હતું.

ગયા અઠવાડિયે, દક્ષિણ કાશ્મીરના બરસુ અવંતીપોરા ખાતે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર એક પ્રવાસી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. આ પ્રવાસીઓ કોલકાતાના હતા.

અન્ય અકસ્માતમાં, અવંતીપોરા વિસ્તારમાં એક ઝડપી ટ્રકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વાહનને ટક્કર મારી હતી. જેમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સીઆરપીએફ ચોકી પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. આ ક્લિપમાં બંકર પાસે ઉભેલા સીઆરપીએફના વાહનને વિરુદ્ધ દિશામાંથી આવતી એક ટ્રક અથડાતી બતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *