Budgam Soldiers Bus Accident: જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે. બીજા તબક્કામાં બડગામ જિલ્લામાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. ખાઈમાં પલટી જવાથી 4 જવાનોના મોત થયા હતા. જ્યારે 32 જવાનો (Budgam Soldiers Bus Accident) ઘાયલ થયા છે. ઘાયલોને એસડીએચ ખાન સાહિબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી મળી છે કે બડગામના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો. અચાનક બસ રોડ પરથી લપસીને ખાડામાં પડી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા.
માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. બીજી બાજુ શુક્રવારે રાજસ્થાનના જેસલમેરમાં પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં મોર્ટાર વિસ્ફોટમાં બીએસએફના ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
સૈનિકો ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈનિકો ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ઘાયલ જવાનોને પોકરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બીએસએફના અધિકારીઓએ ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે.
#WATCH | J&K: 32 BSF personnel injured and 3 lost their lives after their bus rolled down a hilly road and fell into a gorge in Brell Waterhail area of Central Kashmir’s Budgam district. Driver of the bus also injured. The bus was engaged in election duty. https://t.co/NPccSx5xrZ pic.twitter.com/d4N60b6qxr
— ANI (@ANI) September 20, 2024
માંજાકોટમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો
તાજેતરમાં જ જમ્મુ ક્ષેત્રના રાજૌરીમાં સેનાના જવાનોના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બુધવારે માંજાકોટ વિસ્તારમાં થયો હતો. આંધળા વળાંક પર વાહન ચલાવતા સૈનિકે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન 400 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App