Bus crushed youth in delhi: દિલ્હીના સિવિલ લાઈન્સ (Civil Lines, Delhi) વિસ્તારમાં બસે એક યુવકને કચડી નાખ્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સિવિલ લાઇન વિસ્તારમાં 3 જૂને આ અકસ્માત થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો છે. બસ વિધાનસભા તરફ વળાંક લે છે અને યુવકને કચડીને (Bus crushed youth) આગળ વધે છે.
અકસ્માત બાદ ડ્રાઈવર બસ રોકતો પણ નથી. તે બસ સાથે જ ફરાર થઇ જાય છે. દિલ્હીના મજનુ કા ટીલા વિસ્તારમાં એક ફૂડ ડિલિવરી બોયને બસે ખરાબ રીતે કચડી નાખ્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. યુવકને ટક્કર માર્યા બાદ ડ્રાઈવર બસ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે 20 સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરીને આરોપીની ધરપકડ કરી હતી.
दिल्ली के मजनू का टीला इलाके का खौफनाक सीसीटीवी वीडियो।
बस चालक ने सड़क पर जा रहे शख्स को कुचला, मौके पर मौत#HitandRun #Delhi #DelhiBusAccident
क्लिक कर पढ़ें पूरी खबर…https://t.co/xUHkoup0UR pic.twitter.com/UYqVkWgH2V— Gautam Geetarjun (गीतार्जुन) (@GautamGeetarjun) June 6, 2023
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બસ ISBT મોરી ગેટ પાસેથી આવી રહી હતી. તેણે આઈપી કોલેજમાં યુ ટર્ન લીધો. આ દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા 27 વર્ષીય ડિલિવરી બોય ધનવીર સિંહને બસે ટક્કર મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.
પોલીસે બસ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી
આરોપી બસ ડ્રાઈવરની ઓળખ ફિરોઝ ખાન તરીકે થઈ છે. તે મૂળ રીતે યુપીના અમરોહાનો રહેવાસી છે. આરોપીએ જણાવ્યું કે, 3 જૂનના રોજ સવારે લગભગ 5.30 વાગ્યે તે ઉત્તરાખંડથી સવારી લઈને આવી રહ્યો હતો. ISBT કાશ્મીરી ગેટ મુસાફરોને ઉતારવા જઈ રહ્યો હતો. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે બસ પણ જપ્ત કરી છે.
પોલીસને ઘાયલ યુવક વિશે માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું કે, 3 જૂને તેમને પીસીઆર પર ફોન આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક પડેલો છે. ઘટનાની જાણ થતા એએસઆઈ પવન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ ઘાયલને સુશ્રુત ટ્રોમા સેન્ટર લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.