Kullu Bus Accident: હિમાચલ પ્રદેશના કુલ્લુના આનીમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી હતી બસ સંપૂર્ણ (Kullu Bus Accident) ક્ષતિગ્રસ્ત થઈ છે. આ અકસ્માત આનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બસમાં 25 લોકો સવાર હતા.
સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ કુલ્લુના આની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે બસમાં 20 થી 25 લોકો સવાર હતા અને આ બસ કારસોગથી આવી રહી હતી.
પરંતુ તે દરમિયાન તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસ ખાઈમાં પડી હતી. ઘણા ઘાયલ મુસાફરો બસની આસપાસ પડેલા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને પોલીસ અને વહીવટીતંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
બસ રોડથી 200 મીટર નીચે પડી
આ ઘટનામાં બસને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ બસ રોડથી 200 મીટર નીચે પડી છે. લોકો પોતાના ખાનગી વાહનોમાં ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નીચે ખાઈમાં ઉતરી ગઈ અને તેના ટુકડા થઈ ગયા છે.
ડ્રાઈવરનું થયું મૃત્યુ…
તાજેતરની માહિતી અનુસાર, બસ ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન, બાકીના લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેમાં ઘાયલ અને મૃતકોની સંખ્યા સ્પષ્ટ થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App