વિદ્યાર્થીઓ ભરેલી બસનો ટ્રક સાથે ભયાનક અકસ્માત: 6 ઘાયલ, આટલાના મોત

Madhya Pradesh Accident: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શુક્રવારના રોજ એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ભરેલી બસને ટક્કર લાગી હતી. આ દુર્ઘટનામાં 6 બાળકોની હાલત ગંભીર જણાઈ રહી છે. ઘણા અન્ય વિદ્યાર્થીઓને પણ સામાન્ય (Madhya Pradesh Accident) ઈજાઓ પહોંચી છે. બાળકો અને બસ ડ્રાઈવર સહિત અન્ય વિદ્યાર્થીઓને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકોનો ઈલાજ ચાલી રહ્યો છે. આ દુર્ઘટના શહેરના ભોરી બાયપાસ પાસે થઈ હતી. પોલીસ પણ ઘટના પહોંચી અને તમામ ઘાયલ લોકોની મદદમાં જોડાઈ હતી.

મળતી જાણકારી અનુસાર આ અકસ્માત ભોરી બાયપાસ પાસે થયો છે, જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ જઈ રહી હતી અને સામે સ્પીડમાં આવી રહેલા ટ્રકે બસને ટક્કર મારી હતી. બસનો આગળનો ભાગ છુંદાઈ ગયો હતો. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો તરત મદદ માટે આગળ આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પોલીસને જાણકારી મળતા જ પોલીસ ટીમ પણ હાજર થઈ હતી.

ઘાયલોને ચાલી રહ્યો છે ઈલાજ
ઘાયલોના ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓ પીપલ સ્કુલ ઓફ રિસર્ચ એન્ડ ટેકનોલોજીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓ આઇસર કંપનીના પ્લાન્ટની વિઝીટ માટે ગયા હતા. દુર્ઘટનામાં 6 બાળકોની હાલત નાજુક બતાવાઈ રહી છે. હાલમાં ડોક્ટરની ટીમ બાળકોનો ઈલાજ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓની બસ ફેક્ટરીની મુલાકાતથી પાછી ફરી રહી હતી તે સમયે આ દુર્ઘટના ઘટી હતી.

એક વિદ્યાર્થીનું મોત
બીરસીંગપુર, પાલીના રહેવાસી વિદ્યાર્થી વિનીત શાહનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થી વિમલ યાદવ અને વિદ્યાર્થી શિવમ લોધી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેનો આઇસીયુમાં ચાલી રહ્યો છે. બસની અંદર બેસેલા બાકીના વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 29 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી છે. તમામ વિદ્યાર્થીઓને દુર્ઘટના બાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.