આપણે સામન્ય રીતે બસોમાં મુસાફરી કરતા હોય છે, હવે થાય તેવું કે બસમાં AC અને ચાર્જીંગ ની સુવિધા ઉપ્લબ્ધ હોય પરંતુ આપણને આ સેવા બરાબર પૂરી ના પડતા હોય. ત્યારે આવી હાલતમાં આપણને સવાલ થાય કે કોને ફરિયાદ કરવી ? તો અહિયાં પણ એવી એક ઘટના સામે છે.
મહારાષ્ટ્રના જાલના જિલ્લાની આ ઘટના છે. એક ગ્રાહક અદાલતે રાજ્યમાં સેવા આપી રહેલ એક બસ ડેપોને સુવિધાઓની જાહેરાત કર્યા બાદ પણ બસમાં એક મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને એર કંડિશનિંગ ઉપલબ્ધ ન કરાવવાના કારણે વળતર રૂપે 5000 રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો.
ફરિયાદ કરનાર સતીશ રતનલાલ દયામાના કહ્યા મુજબ, તેના મિત્ર સાથે તે આ જ વર્ષે 12 જુલાઈના રોજ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની ‘શિવશાહી’ બસમાં ગયા હતા. આ બસ ઔરંગાબાદ જઈ રહી હતી. આ યાત્રા દરમિયાન તેમના ફોનની બેટરી પૂરી થવા આવી હતી. અને આ જોઈ તેમણે કંડક્ટરને ચાર્જિંગ પોઇન્ટ ક્યાં છે ? તે વિશે પૂછ્યું.
ત્યારબાદ ફરિયાદ કરનારને માલુમ પડ્યું કે બસમાં ચાર્જિંગ પોઇન્ટ અને AC બને માંથી કઈ કામ નથી કરતાં, ત્યારબાદ તેણે કંડક્ટર અને ડ્રાઇવર સાપે કંપ્લેન રજિસ્ટર માંગ્યું તો તેમણે ન આપ્યું. ત્યારે દયામાએ તેની ફરિયાદ જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં નોંધાવી અને તેને થયેલ અસુવિધા અને માનસિક પીડાના બદલામાં વળતરની માંગણી કરી.
દયામાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજ્ય પરિવહને જાહેરાત આપી હતી કે, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને એસી છે અને એ આધારે જ ભાડું પણ લેવામાં આવ્યું. પરંતુ આ બંને સુવિધાઓ બગડેલી હતી. કેસની સુનાવણી બાદ, ગ્રાહક સુરક્ષા ફોરમની અધ્યક્ષ નીલિમા સંતને જાલના બસ ડિપોને ફરિયાદીને 30 દિવસની અંદર 5000 રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.