Stock market rise: આજે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટ લાલ નિશાન પર જોવા મળ્યું છે. બીએસઈ પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76,160.09 પર જોવા મળ્યો છે. જયારે NSE (Stock market rise) પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,190.40 પર જોવા મળ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો જોવા મળ્યો અને 4 શેરોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી ટોપ લૂઝર્સ છે. ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના શેર લગભગ 4% નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે HDFC બેંક, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના શેર ટોપ ગેનર્સ છે.
NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી મેટલ સૌથી વધુ 3% ઘટ્યો. ફાર્મા ઇન્ડેક્સ લગભગ 2% જેટલો ઘટ્યો છે અને આઇટી ઇન્ડેક્સ 1.50% ઘટ્યો છે. ઓટો ઇન્ડેક્સ પણ 1.60% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. તેલ અને ગેસ, રિયલ્ટી અને હેલ્થકેરના સૂચકાંકોમાં પણ લગભગ 1.5%નો ઘટાડો થયો છે.
આજના આ ટ્રેડિંગ દરમિયાન, L&T ફાઇનાન્સ, વેદાંતા, RBL બેંક, બંધન બેંક, SH કેલકર એન્ડ કંપની, Jio ફાઇનાન્સિયલ સર્વિસીસ, GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બાલાજી એમાઇન્સ, સાઇ લાઇફ સાયન્સ, નેસ્લે ઇન્ડિયા, જ્યુપિટર વેગન્સ, થર્મેક્સ અને અમી ઓર્ગેનિક્સના શેર ફોકસમાં રહેશે.
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટીને 76,295.36 પર જોવા મળ્યો હતો. જયારે NSE પર નિફ્ટી 0.39 ટકાના ઘટાડા સાથે 23,242.00 પર જોવા મળ્યો હતો. NSE પર સૌથી વધુ સક્રિય શેરોની યાદીમાં BSE લિમિટેડ, તેજસ નેટવર્ક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ સ્થિર રહ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો. ક્ષેત્રીય મોરચે, આઇટી ઇન્ડેક્સમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ફાર્મા ઇન્ડેક્સમાં 2 ટકાનો વધારો થયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App