ફરી એકવાર વધ્યા CNG ના ભાવ- પ્રતિ કિલો આટલા રૂપિયાનો થયો વધારો

આજે પણ સામાન્ય માણસને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. CNGના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આજે સીએના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે. અત્યાર સુધી એક સપ્તાહમાં CNGની કિંમતમાં 9.60 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા બુધવારે સીએનજી(CNG)ની કિંમતમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ CNGની કિંમત દિલ્હીમાં 69.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 71.67 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસમાં દિલ્હીમાં CNGની કિંમતમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે.CNGની વધતી કિંમતોને કારણે દેશનો સામાન્ય માણસ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવોએ લોકોની કમર તોડી નાખી છે તો બીજી તરફ મોંઘા સીએનજીએ લોકોને વાહનમાં મુસાફરી કરતા પહેલા વિચારવા મજબૂર કરી દીધા છે. વાસ્તવમાં વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં ઘણો વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં સીએનજીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં પણ વધારો કર્યો છે.

હાલ CNGના નવા ભાવ: 
હાલ અમદાવાદમાં CNGની કિંમત 79.59 રૂપિયા છે. જયારે અમદાવાદમાં અદાણી CNGનો જુનો ભાવ 1 એપ્રિલ પહેલા 74.59 રૂપિયા હતો. સતત વધી રહેલી મોંઘવારીના કારણે હાલ પ્રજા પીડાતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *