ફરી ધમધમતું થશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતના આ નિવેદનથી સરકારનું ટેન્શન વધ્યું

ભારતીય કિસાન યુનિયન(BKU)ના નેતા રાકેશ ટિકૈતે(Rakesh Tikait) કહ્યું છે કે, ખેડૂતો આંદોલન(Farmer’s Protest) માટે તૈયાર રહે. તેમણે એમ પણ કહ્યું, ‘સરકારે ગેરંટી કાયદા સહિત અન્ય…

ભારતીય કિસાન યુનિયન(BKU)ના નેતા રાકેશ ટિકૈતે(Rakesh Tikait) કહ્યું છે કે, ખેડૂતો આંદોલન(Farmer’s Protest) માટે તૈયાર રહે. તેમણે એમ પણ કહ્યું, ‘સરકારે ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર MSP પર આપેલું વચન તોડ્યું છે. તેથી દેશભરના ખેડૂતો ફરી એક થઈને આંદોલન કરશે.

હજુ આંદોલનની તારીખ નકકી નહિ:
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર, ટિકૈટે કહ્યું, ‘અમે આંદોલન માટે હજુ કોઈ તારીખ નક્કી કરી નથી પરંતુ અમે આંદોલન જલ્દી શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા સાથે, ખેડૂતોએ સરકાર પાસેથી મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) પરના કાયદા સહિત ઘણી વધુ માંગણીઓ કરી હતી.

તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધું જ ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતોને આપેલા વચનો ખેડૂત નથી ભૂલ્યો. અમને બધું યાદ છે. વાજબી ભાવે વીજળી, સિંચાઈ અને પાક માટે એમએસપી જેવા મુદ્દાઓ પર હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી.

કાર્યકરોની બેઠક:
તે જ સમયે, મુઝફ્ફરનગરના મહાવીર ચોક સ્થિત કાર્યાલયમાં કામદારોની બેઠકમાં કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌને કહ્યું કે ખેડૂતોએ એક થવું જોઈએ. સરકાર સામે ફરી લાંબો સંઘર્ષ શરુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *