સુરતના યુવાને મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર; પ્રિન્ટ કરાવી, મોદી કા પરિવાર- લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર

PM Narendra Modi Fan Car: હાલ લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતમાં રહેતા તેમના એક ચાહક અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે તેઓએ પોતાની કરોડો રૂપિયાની ગાડી પર વડાપ્રધાનનો (PM Narendra Modi Fan Car) ફોટો તેમજ તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્ય છે.

કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો
લોકો જ્યારે ધ્યાનથી જોશે ત્યારે કાર ઉપર કરાયેલ ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, જી 20નું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આમ તો સિદ્ધાર્થ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે તેઓ તેમની માટે કંઈક અલગ કરવા માંગે છે હાલ લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેઓએ આ ખાસ ડિઝાઇન કાર માટે તૈયાર કરાવી છે જેથી જ્યારે પણ તેઓ રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ વાંચી શકે.

‘ચૂંટણી પુરી થયા બાદ અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈ જઈશ’
સિદ્ધાર્થ દોશીએ કહ્યું હું વડાપ્રધાન મોદીનો ખૂબ મોટો ફેન છું. તેમના માટે હું કંઈ પણ કરી શકું છું. મોદીજી માટે કંઈક અલગ કરતા રહેવાની મારી હંમેશા ઈચ્છા હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેથી મોદીજી માટે ખાસ ડિઝાઈનર કાર તૈયાર કરી છે. જેથી રસ્તા પરથી જ્યારે પણ મારી કાર પસાર થાય તો લોકો જોતા રહે. ચૂંટણી પુરી થયા બાદ અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈ જઈશ.દોશીએ વધુમાં કહ્યું કે, આખી કાર પર ખાસ પ્રકારનું વેપ્રિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવવામાં આવ્યું છે. તિરંગા રંગમાં કાર પર પ્રિન્ટિંગ કરાવ્યું છે. આ ઉપરાંત મોદીજીની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. મોદીજી મારા પ્રેરણા સ્ત્રોત છે.

નરેન્દ્ર મોદીના આ જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે.તેમજ જયારે આ કાર સુરતના રસ્તાઓ પર નીકળી ત્યારે લોકો જોઈને દંગ રહી ગયા હતા.તેમજ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.