કોરોનાની મહામારીમાં ડીજે, મંડપ, કેમેરાના કામ બંધ થતાં ધંધાર્થીઓનો ઉગ્ર વિરોધ – જુઓ વિડીયો

હાલમાં કોરોનાના કારણે કામકાજ ઠપ છે. જેને લઈને આજે સવારના સમયે સુરતમાં કોરોના લોકડાઉનના સમયથી ઠપ્પ થયેલા મંડપ, DJ, ડેકોરેટર્સ, કેમેરા સહિતનાએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. નવરાત્રિ નહી ને ચૂંટણીના પ્રચારને મંજૂરી સાથેના સવાલો કરતાં બેનરો સાથે રોષ પ્રગટ કર્યો હતો. સાથે ઠપ્પ થયેલા ધંધા ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

લોકડાઉનને કારણે હજારો લગ્નો રદ થયા છે અને લગ્નમાં એક સાથે જોડાયેલા અનેક વ્યવસાય જેવા કે હોલ અથવા પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજર, બગી, બેન્ડ વાજા, ડીજે, કેટરર્સ વગેરે ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ ધંધા ફરીથી શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે.

કોરોનાને કારણે તેમનો સંપૂર્ણ વ્યવસાય બંધ રહેતા તેમણે બગી,DJ,મંડપ અને લાઈટ વગેરે સાધનો માટે લીધેલી લોન ભરવામાં પણ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જ્યારે એક પછી એક દરેક વ્યવસાયને સરકાર દ્વારા ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સાથે અન્યાય ન કરવામાં આવે એવી માંગ આવેદનમાં કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જરૂરી નીતિ નિયમો સાથે તેઓનો વ્યવસાય ફરીથી શરૂ કરવા દેવાની મંજૂરી માંગવામાં આવી છે. જો કે બેનરો થકી તેઓએ સરકારને કટાક્ષ પણ કર્યો હતો કે ,જો ચૂંટણીની રેલીમાં 200 લોકોને ભેગા થવા છૂટ અપાય છે તો ગરબા રમવાની છૂટ કેમ ન મળી શકે. માટે કલાકાર ભાઈઓ જાગો એવો કટાક્ષ કરતાં વાક્યો પણ બેનરમાં લખવામાં આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *