Dwarkadhish Temple: દ્વારકાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો એ દ્વારકા સમજે છે જે ગોમતી નદીના તટ પર ભગવાન દ્વારકાધીશજીનું મંદિર (Dwarkadhish Temple) છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા.
ભગવાનનું નિવાસ સ્થાન
મૂળદ્વારકાને સુદામાપુરી પણ કહેવામાં આવે છે. અહીં સુદામાજીનું ઘર હતું. તેને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું. ગોમતી દ્વારકા એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રાજકાજ કરતા હતા અને બેટ દ્વારકા એ સ્થાન છે જ્યાં ભગવાનનું નિવાસ્થાન હતું. આ સ્થાન ગુજરાતમાં આવેલું છે. જેની સાથે રોચક કથા જોડાયેલી છે.
આ કારણે દ્વારકાને કહેવાય છે બેટ દ્વારકા
બેટનો મતલબ દરિયાનની વચ્ચે ઉપસી આવેલું સ્થળ હોય છે. આજ કારણે આ સ્થળનું નામ બેટ દ્વારકા પડ્યું છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણની અહીં મિત્ર સુદામા સાથે મુલાકાત થઈ હતી. ગોમતી દ્વારકાથી આ સ્થળ 35 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિરમાં કૃષ્ણ અને સુદામાની પ્રતતિમાઓની પૂજા કરવામાં આવે છે.
બેટ દ્વારકામાં ચોખા દાન કરવાની પરંપરા
માન્યતા એવી છે કે, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ અહીં જ હતો. દ્વારકાના ન્યાયાધીશ ભગવાન કૃષ્ણ મનાય છે. માનવામાં આવે છે કે દ્વારકા પણ તેમના જ હાથમાં છે. માટે ભગવાન શ્રીકૃષ્ણને અહીં ભક્તજનો દ્વારકાધીશ નામે બોલાવે છે. માન્યતા એવી છે કે સુદામાજી જ્યારે પોતાના મિત્રને મળવા માટે અહીં આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા. તેને ખાઈને ભગવાને મિત્રની દરિદ્રતાને દૂર કરી હતી. માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી ઘણાં સમય સુધી દૂર થતી નથી.
મંદિરની મૂર્તિમાં છે ખાસ વાત
અહીં ના પૂજારી જણાવે છે કે, એકવાર સંપૂર્ણ દ્વારકા નગરી સમુદ્રમાં ડુબી ગઈ હતી, પણ બેટ દ્વારકા નહતું ડુબ્યું અને આ જગ્યા ટાપુના રુપમાં રહ્યો હતો. મંદિરનું પોતાનું અન્નક્ષેત્ર પણ છે. આ મંદિર નિર્માણ 500 વર્ષ પહેલા મહાપ્રભુ સંત વલ્લભાચાર્યએ કરાવ્યું હતું. મંદિરમાં રહેલા ભગવાન દ્વારકાધીશની પ્રતિમા વિશે કહેવામાં આવે છે કે તેને રાણી રુક્મણીએ પોતે તૈયાર કરાવ્યું હતું.
અહીં છે ભગવાને ભરેલી નરસિંહની હુંડી
માન્યતા એવી છે કે, બેટ દ્વારકા જ એક સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાના પરમ ભક્ત નરસિંહની હુંડી ભરી હતી. પહેલાના જમાનામાં અહીં લોકો પગપાળા યાત્રા દરમિયાન પોતાની પાસે વધારે રુપિયા નહોતા રાખતા. ચોરી ના થાય તેનો પણ ડર હતો. તે સમયે કોઈ વિશ્વસ્ત વ્યક્તિ પાસે રુપિયા લખાવીને બીજા ગામ જઈને હુંડી સ્વીકારવામાં આવતી હતી. નરસિંહ મહેતાની ગરીબીનો ઉપહાસ કરવા માટે કેટલાક લોકોએ નરસિંહના નામે હુંડી લખાવી દીધી હતી, પણ ભગવાન શ્રીકૃષ્ણએ શ્યામલાલ શેઠનું રુપ ધારણ કરીને નરસિંહની હુંડીને ભરી દીધી. આ રીતે નરસિંહના નામનું ધન તીર્થયાત્રિઓને આપી દીધા અને આ રીતે નરસિંહની ખ્યાતિમાં વધારો થયો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App