Harsiddhi Mata Mandir: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જશાપર ગામમાં હરસિદ્ધિ માતાજી આજે પણ હાજરા હાજુર બિરાજમાન છે. માતાજીના દર્શન કરી ચા ની પ્રસાદી ગ્રહણ કરવાથી જ હરસની સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે. વર્ષો જૂનું હરસિદ્ધિ માતાજીના મંદિરનો (Harsiddhi Mata Mandir) અનોખો મહિમા છે. અહીં હરસ-મસા, ભગંદર હાથ-પગનો દુખાવો માતાજીની ચા પીવાથી દર્દમાં રાહત મળતી હોવાની આસ્થા છે.
પરચા આપતું મંદિર
ગુજરાત ભરમાં નાના મોટા દેવી-દેવતાના હજારો-લાખો મંદિરો આવેલા છે, આ બધા જ મંદિરોમાં દેવી-દેવતાઓ આજે પણ સાક્ષાત બિરાજમાન છે. આપણા દેશમાં હરસિદ્ધિ માતાજીના કેટલાય મંદિરો આવેલા છે અને તેમાંથી એક એવું જ પરચા આપતું મંદિર જામકંડોરણા પાસે જશાપર ગામે આવેલું છે.
કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી દૂર થાય છે
આ મંદિર જામકંડોરણા પાસે જશાપર ગામે આવેલું છે. અહીંયા માં હરસિદ્ધિ હાજરાહાજુર બિરાજમાન છે અને અહીંયા રોજે રોજ ઘણી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે.
હરસની સમસમ્યા વાળા લોકો મોટી સંખ્યામાં આવે છે
આ મંદિરમાં રવિવાર અને શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે. માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે નથી આવવા દેતા અને અહીંયા આવતા દુખીયાઓના દુઃખ પણ માં દૂર કરે છે. અહીંયા હરસની સમસમ્યા વાળા લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેમની આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે.
લોકો દૂર દૂરથી ચા પીવા આવે છે
માતાજીના આ મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે. જેને તમારે નીચે બેસીને પીવાની હોય છે. તેનાથી હરસની ગમે તેવી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે. લોકો દૂરદૂરથી માતાજીની પ્રસાદી પીવા માટે અહીં આવતા હોય છે. જે ડોક્ટર નથી કરી શકતા એ માતાજી દર્દ દૂર કરે છે. લોકો હોશે હોશે ચા પીવા માટે અહીં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App