હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં આવેલ ઉલ્હાસનગરમાં એક યુવકે તેની માતાની કેટલાય વર્ષો જૂની ઈચ્છા પૂરી કરાવતા તેને હેલિકોપ્ટરમાં બેસાડીને આખા શહેરનું ચક્કસ લગાવડાવ્યું હતું. માતાની ઈચ્છા પૂર્ણ કરવા દીકરાના આ પ્રયાસને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેને કળિયુગના ‘શ્રવણ કુમાર’ તરીકે લોકો ઓળખે છે.
પ્રદીપ ગરડની માતા રેખા દિલીપ ગરડનો 50મો જન્મદિવસ હોવાથી માતાને ભેટ આપવા માટે પ્રદીપે હેલિકોપ્ટર રાઈડની સરપ્રાઈઝ આયોજન કર્યું હતું. પ્રદીપ જણાવે છે કે, મંગળવારે માતાને સિદ્ધિવિનાયક લઈ જવાના બહાને સીધા જ એરબેઝ પહોંચ્યાં હતાં તેમજ હેલિકોપ્ટર દેખાડીને ભેટ આપ્યું હતું. દીકરાની આ ખાસ ભેટને જોઈ માતા તેની આંખમાં આંસુ રોકી શકી ન હતી તેમજ રડી પડી હતી.
ઘરકામ કરીને 3 બાળકને ભણાવ્યાં:
રેખા મૂળ સોલાપુર જિલ્લામાં આવેલ બાર્શીની રહેવાસી છે. લગ્ન કર્યા પછી તે પતિ સાથે ઉલ્હાસનગર શિફ્ટ થઈ હતી. રેખાનાં 3 બાળક છે તેમજ એમાં પ્રદીપ સૌથી મોટો છે. પ્રદીપ જ્યારે ધોરણ-7 માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારપછી માતાએ ખૂબ જ અઘરા સમયમાં ત્રણેય બાળકોને ભણાવ્યાં હતા. તે અન્ય લોકોના ઘરના કામ કરીને મોટા દીકરાને પ્રદીપ હાલમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મોટા પદ પર છે.
ઘરની ઉપર હેલિકોપ્ટર ઊડતું જોઈને માતાએ ઈચ્છા વ્યક્ત કરી:
પ્રદીપ જણાવે છે કે, તે જ્યારે ધોરણ-12માં અભ્યાસ કરી રહ્યો હતો તો તેના ઘર ઉપર એક હેલિકોપ્ટર ઊડી રહ્યું હતું ત્યારે માતાએ એને જોઈ પૂછ્યું હતું કે, શું આપણે પણ ક્યારેય એમાં બેસી શકીશું. આ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે, એક દિવસ માતાને હેલિકોપ્ટરની સફર ચોક્કસ કરાવીશ. માતાની આ ઈચ્છા પૂર્ણ કરવા તેના 50મા જન્મદિનથી વિશેષ સારો દિવસ ન હતો. છેવટે દીકરાએ માતાનું આ સપનું પૂરું કર્યું હતું.
માતાએ કહ્યું- ભગવાન આવો દીકરો સૌને આપે:
એક દીકરાએ માતાને ભેટમાં શું આપ્યું એ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદીપની નોકરી લાગ્યા પછી સમગ્ર પરિવાર એક ફ્લેટમાં રહેવા આવેલો છે. દીકરાના આ પ્રયાસ પછી રેખા તેની આંખમાં આંસુ રોકી શકતી નથી તેમજ સતત રડતી નજર આવે છે. આવા સમયે રેખા જણાવે છે કે, ભગવાન આવા દીકરા સૌને આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.