Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભારે જોરશોરમાં ચાલી રહી છે.18 વર્ષથી ઉપરના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.ત્યારે ચૂંટણી પંચ દ્વારા 9મી એપ્રિલ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલું રાખવામાં આવી છે. આજે મંગળવારે તે માટેનો છેલ્લો દિવસ છે. આવા મતદારો ફોર્મ નં. 06 ભરીને મતદાર યાદીમાં પોતાનું(Lok Sabha Election 2024) નામ નોંધાવી શકશે. આ ઉપરાંત સ્થળાંતર થયેલા એટલે અન્ય કોઇ સ્થળે ગયેલા મતદારો મતદાર યાદીમાં પોતાના સ્થળ ફેરફાર માટેની અરજી પણ કરી શકશે. આ બાદ નામ નોંધાવશે તો પણ મતદારયાદીમાં નામ દાખલ થઇ શકશે નહીં.
આજે મતદાર યાદીમાં નામ નોંધાવવાનો છેલ્લો દિવસ
મતદારયાદીમાં હાલ નામ સામેલ છે, તેઓ પણ વોટર હેલ્પલાઇન એપ પર પોતાનું નામ ચકાસણી કરી શકે છે. કોઇ કારણસર મતદારયાદીમાં નામ સામેલ ના હોય તો સબંધિત વિધાનસભાના મતદારે તેના વિસ્તારના બીએલઓનો ત્વરિત સંપર્ક કરવાનો રહેશે. આજે સાંજ સુધીમાં વોટર હેલ્પ લાઇન એપ, બીએલઓ અથવા કલેકટર કચેરીમાં રૂબરૂમાં જઇને યાદીમાં નામ નોંધાવી શકાશે. કલેકટર કચેરી અથવા બીએલઓ પાસે રૂબરૂમાં ગયા વગર ઘરે બેઠાં મતદાર યાદીમાં નામ દાખલ કરવું હોય તો વોટર હેલ્પ લાઇન એપ પર ઘર બેઠાં નામ નોંધાવીને પુરાવા અપલોડ કરવાના રહેશે.
મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલ
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
ઓનલાઈન સુધારા કરી શકાશે
પાત્રતા ધરાવતા યુવાનો અને અન્ય મતદારો યાદીમાં નામ નોંધાવવા અંગે, સુધારો, ઉમેરો કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/ ઉપર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App