રાજકોટ/ જુગારમાં હારી જતા CAના વિધાર્થીએ આજી ડેમમાંકૂદી ટુંકાવ્યું જીવન-સુસાઇડ પહેલાનો વીડિયો થયો વાઈરલ

Rajkot student jumps into Aji dam and dies: ગુજરાત રાજ્યના રાજકોટમાં એક યુવાને આજીડેમમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે યુવાન ઓનલાઇન ગેમ તીનપત્તીમાં રૂપિયા એક લાખથી વધુની રકમ હારી ગયો હતો અને તેથી તેણે આ પગલું ભર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવકનું નામ શુભમ બગથરિયા (ઉંમર વર્ષ 21) છે. શુભમને સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ કર્યો હતો અને ત્યાર બાદ તેણે આજીડેમમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જયારે આ મ્સ્ગ્ર ઘટના અંગે પોલીસને જાણ થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શુભમ બગથરિયા (ઉંમર વર્ષ 21) CAનો અભ્યાસ કરી રહ્યો હતો.

આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં શુભમને જણાવ્યું હતું કે, “મેં એટલા પાપ કર્યા છે કે હું તેને શબ્દોમાં બયાન નથી કરી શકતો, હું આજીનદીમાં કૂદીને આપઘાત કરું છું અને આ પાછળ કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ ખૂબ જ સારા હતા તેમના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર રૂપિયા, અને અશ્વિનભાઈના 20 હજાર રૂપિયા હું ઓનલાઇન ગેમ તીનપત્તીમાં હારી ગયો હતો. હું જિંદગીથી થાકી ગયો છું, તેના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. છેલ્લે યુવક કહે છે કે, પપ્પા મમ્મી I LOVE YOU તમે મારા વગર પણ ખુશ રેજો હસતા રહેજો.’’

મળેલી માહિતી અનુસાર શુભમે ગઈકાલે સાંજે એક વીડિયો બનાવી તેના પપ્પાને મોકલ્યો હતો. પરંતુ તેના પિતાનું નેટ બંધ હતું, સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતા જયારે તેના પિતાએ વીડિયો જોયું ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ રાતભર પરિવારના તમામ લોકો તેમને શોધવા નીકળી ગયા હતા. ત્યારે સવારે લોકેશન મળતાં વહેલી સવારે 5 વાગ્યાથી શુભમના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *