હચમચી ઉઠ્યું વડોદરા: દશામાંની મૂર્તિ વિસર્જનમાં 5 જુવાનજોધ યુવાનોના મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

5 youths died after drowning in Mahi river in Vadodara: ગુજરાતના વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5 યુવાનો ડૂબી જતા તેઓ લાપતા થયી ચુક્યા છે.જેમાં વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં વડોદરાના એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાનો ડૂબી ગયા હતા.

ડૂબી ગયેલા યુવાનો પૈકી બે યુવાનોના મૃતદેહ ગુરુવારે જ મળી ગયા હતા. જ્યારે અન્ય લાપત્તા 3 યુવાનના મૃતદેહો આજે સવારે ફાયરબ્રિગેડની ટીમોને મળી આવ્યા હતા. વડોદરાના કિશનવાડીના યુવાનનો મૃતદેહ મૂર્તિ નીચે દબાઇ ગયો હતો.

કનોડા મહી નદીમાં ગયા હતા
જ્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાન સંજય પૂનમભાઇ ગોહિલ કે જેમની ઉમર 32 વર્ષ છે.કૌશિક અરવિંદભાઇ ગોહિલ કે જેમની ઉમર 20 વર્ષ છે.અને વિશાલ રતિલાલ ગોહિલ કે જેમની ઉમર 15 વર્ષ છે.આ લોકો તેમના પરિવારના લોકો સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગયા હતા.

નજીક-નજીકથી મૃતદેહો મળ્યા
મૂર્તિના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયી ગયા હતા.જેમાં સંજય ગોહિલનો મૃતદેહ ગુરુવારે જ મળી ગયો હતો. જ્યારે કૌશિક અરવિંદભાઇ ગોહિલ કે જેમની ઉમર 20 વર્ષ અને વિશાલ રતિલાલ ગોહિલ કે જેમની ઉમર 15 વર્ષ છે.મૃતદેહ આજે સવારે ઘટનાસ્થળથી થોડે દૂર મળી આવ્યા હતા.

ફાયરબ્રિગેડની ટીમ લાપતા યુવાનોના મૃતદેહ શોધવા પુનઃ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં બંનેના મૃતદેહો શોધી પોલીસને સોંપ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા
આ બનાવ અંગે કનોડા ગામના સરપંચ મહેશભાઇ વાઘેલાએ વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતાં તરત જ ફાયરબ્રિગેડ કનોડા ખાતે પહોંચી આવી હતી. અને લાપત્તા યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. એમાં ભારે જહેમત બાદ સંજય ગોહિલનો મૃતદેહ મળ્યો હતો.

ત્રણ યુવાન પૈકી સંજય ગોહિલ પરિણીત છે અને તેમને બે સંતાન પણ છે. તે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે કૌશિક ગોહિલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને વિશાલ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. સંજય ગોહિલ અને કૌશિક ગોહિલ પરિવારના એકના એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *