હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની એ શરૂ કરી નવી સેવા; જાણો વિગતે

Ambulance Delivery Service: બ્લીન્કીટના સીઈઓ અલબિંદર ઘીડસાએ ગુડગાંવના નિવાસીઓ માટે એક નવી દસ મિનિટની એમ્બ્યુલન્સ ડિલિવરી સર્વિસની જાહેરાત કરી છે. હવે બ્લીન્કીટ યુઝર ઇમર્જન્સી પરિસ્થિતિમાં પોતાના ઘરે ફક્ત 10 મિનિટમાં એમ્બ્યુલન્સ (Ambulance Delivery Service) સર્વિસનો લાભ મેળવી શકશે. આ સર્વિસ બ્લીન્કીટ એપ્લિકેશન માધ્યમથી મળશે. જેને આપાતકાલીન પરિસ્થિતિમાં તરત જ મદદ મળી શકશે.

સીઈઓએ એક પોસ્ટમાં કહ્યું કે અમે અમારા શહેરોમાં તાત્કાલિક અને વિશ્વસનીય એમ્બ્યુલન્સ સેવા આપવાની દિશામાં આ પહેલું પગલું ભરી રહ્યા છીએ. આજથી ગુડગાંવમાં પહેલી પાંચ એમ્બ્યુલન્સ રોડ પર ફરતી જોવા મળશે. જેમ જેમ અમે આ સેવાનો વિસ્તાર કરીશું. તમે બ્લીન્કીટ એપ્લિકેશન પર બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ બુક કરવાનો વિકલ્પ જોઈ શકશો. તેમણે એવું પણ જણાવ્યું કે આ સેવા હાલમાં ગુડગાંવમાં શરૂ કરવામાં આવી છે અને આવનારા સમયમાં તેને અન્ય મુખ્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.

એમ્બ્યુલન્સમાં શું સુવિધાઓ હશે?
આ ઇમરજન્સી વાહન વિષય વધારે જાણકારી આપતા સીઈઓએ જણાવ્યું હતું કે તમામ એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હશે. જેમાં ઓક્સિજન સિલિન્ડર, મોનિટર, સ્ટ્રેચર, અને જરૂરી આપાતકાલીન દવાઓ હશે. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં એક પેરામેડિકલ અને એક સહાયક સ્ટાફ પણ હશે જે ડ્રાઇવર સાથે પોતાની સેવાઓ આપશે.

આ સેવા લોકોને ઊંચક ગુણવત્તા વાળી ઇમર્જન્સી ટ્રીટમેન્ટ સહાયતા આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે. જેથી ગંભીર પરિસ્થિતિઓમાં થોડા સમયમાં મદદ મળી શકે. જોકે તેમણે આ સર્વિસનો ચાર્જ શું રહેશે, તેનો હજુ સુધી ખુલાસો કર્યો નથી. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ સેવા કાર્યથી પૈસા કમાવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તેમણે જણાવ્યું કે અમે આ સેવાને ગ્રાહકો માટે પોસાય તેવી કિંમત સાથે સંચાલિત કરશું અને તેનો મુખ્ય ઉદ્દેશ આ મહત્વપૂર્ણ સમસ્યાનું લાંબા સમય માટે સમાધાન હશે. અમે આ સેવાને ખૂબ સાવધાની પૂર્વક વધારી રહ્યા છીએ કારણકે આ અમારા માટે નવું અને મહત્વપૂર્ણ છે. અમારું લક્ષ્ય આવનારા બે વર્ષોમાં તેને તમામ મુખ્ય શહેરોમાં ફેલાવવાનું છે.