ત્રણ-ત્રણ દીકરીના નરાધમ બાપે મેલીવિદ્યાના બહાને 20 વર્ષીય દલિત યુવતીને રૂમમાં બોલાવી આબરૂ લુંટી

આજના મોર્ડન યુગમાં હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ અંધશ્રધ્ધા (Superstition)માં વિશ્વાસ કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અયોધ્યા (Ayodhya)માં 20 વર્ષીય દલિત યુવતીને મેલીવિદ્યાના બહાને બોલાવી ત્રણ દીકરીનો બાપ એવા નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ દ્વારા આરોપી મહંત હનુમાન દાસ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. મહંત પરિણીત છે અને તે ત્રણ દીકરીનો પિતા છે. આરોપી હનુમાન દાસ નયાઘાટના સિયાવલ્લભ કુંજનો મહંત છે. પીડિત યુવતીએ વધુ એક મહંત પણ દુષ્કર્મમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહંતની પાસે જાદુ-મંત્ર માટે પરિવારના લોકો લાવ્યા હતા:
મળતી માહિતી અનુસાર, પીડિત યુવતી અયોધ્યાના તારુન વિસ્તારમાં રહે છે. માતા-પિતાએ કહ્યું, “દીકરી દિલ્હીમાં એક યુવકને પ્રેમ કરતી હતી, પણ આ વાત અમને પસંદ નહોતી. જેથી અમે ઈચ્છતા હતા કે પુત્રી અમારી પસંદના યુવક સાથે જ લગ્ન કરે. જેના કારણે 6 જુલાઈએ તેના પર જાદુ-મંત્ર કરાવવા માટે મહંત હનુમાન દાસ પાસે લાવ્યા હતા, જેનાથી તે આ પ્રેમ બંધનમાંથી બહાર નીકળી શકે.”

માતા-પિતાને રામ કી પૈડી મોકલી દીધા:
આ અંગે વધુમાં માતા-પિતાએ જણાવ્યું હતું કે, “યુવતી જ્યારે મહંતની પાસે પહોંચી તો પહેલા મહંતે તેને બધું જ પૂછ્યું. પછી મેલીવિદ્યાનો સહારો લઈને પ્રેમનું ભૂત ઉતારવું પડશે એમ જણાવ્યું. જે પછી મહંતે યુવતીને પોતાના રૂમમાં રોકી અને અમને રામ કી પૈડીની નહેરમાં પગ લટકાવીને બેસવા માટે મોકલી દીધા.” તેમણે જણાવ્યું કે આ વાતની પુષ્ટિ પોલીસ તપાસમાં CCTVથી પણ થઈ છે. આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી હનુમાન દાસની ધરપકડ કરી લેવામાં આવી છે.

મંદિરમાં 20 વર્ષથી ચાલી રહ્યું છે મેલીવિદ્યાનું કામ:
જાણવા મળ્યું છે કે, આરોપીનો પરિવાર નયાઘાટના મંદિરમાં રહે છે. ઘટના સમયે પરિવારના લોકો મંદિરના બીજા ભાગમાં હતા. આ મંદિરમાં મેલીવિદ્યાનું કામ લગભગ 20 વર્ષથી ચાલી રહ્યું છે. આ મંદિરના ભક્તો યુપી સહિત દેશનાં અનેક રાજ્યોમાં છે. મેળા દરમિયાન આ મંદિરમાં બેથી પાંચ હજાર ભક્તો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *