કોરોનાએ માર્યો મોટો ઉથલો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા ઢગલાબંધ કેસો- આંકડો જાણીને વધશે ટેન્શન

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના(Corona) વાયરસના કુલ 17,336 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ 30.2 ટકાનો ઉછાળો છે. ગઈકાલે કુલ 13,313 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતો(Covid Infections)ની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 33 લાખ, 62 હજાર 294 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 13 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 24 હજાર 954 લોકોના મોત થયા છે. કોવિડથી મૃત્યુદર પણ હવે વધીને 1.21 ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 88 હજારને વટાવી ગઈ છે. હાલમાં, દેશભરમાં 88,284 સક્રિય દર્દીઓ છે. એક્ટીવ કેસ કુલ સંક્રમણના 0.20 ટકા થઈ ગયા છે.

હાલમાં દેશમાં રિકવરી રેટ 98.59 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 13,029 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 27 લાખ, 49 હજાર, 056 લોકોએ આ મહામારીને માત આપી છે.

દેશમાં પોઝીટીવ દર હવે વધીને 4.32 ટકા થઈ ગયો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર વધીને 3.07 ટકા થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 85.98 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 4,01,649 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 196.77 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *