ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં ગઈકાલથી અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદ (ABVP)ના 54માં અધિવેશનનો પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સમયે ભાવનગર ABVPના કાર્યાલય મંત્રી અને અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રીની આભારવિધિ સમયે જીભ લપસી જવા પામી હતી. CM ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને ABVPના મુખ્યમંત્રી ગણાવ્યા બાદમાં ભૂલ સ્વીકારી સોરી…સોરી…કહેતા કાર્યક્રમ સ્થળ પર રહેલા લોકો ખખડી પડ્યા હતા અને ખુદ મુખ્યમંત્રી પણ હસી પડ્યા હતા.
ભાવનગરમાં ગઈકાલથી ABVPના 54માં અધિવેશનનો પ્રારંભ થયો છે. કાર્યક્રમના ઉદઘાટનની આભારવિધિ દરમિયાન અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રી અને ભાવનગર ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યની જીભ લપસી ગઈ હતી. ભુપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી કહી દીધા હતા. જો કે, ગણતરીની સેકન્ડમાં જ ભૂલ સમજાતા સોરી…સોરી…કહ્યુ હતું અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે જોઈ કહ્યું હતું કે, ભૂલથી બોલાઈ ગયું હો. આ ઘટનાના પગલે થોડી વાર માટે કાર્યક્રમ સ્થળ પર રહેલા લોકો હસી પડ્યા હતા.
મહત્વનું છે કે, અમર આચાર્યએ કાર્યક્રમની આભારવિધિ સમયે જ્યારે જીભ લપસી ત્યારે ખુદ પણ હસી પડ્યા હતા અને માફી પણ માગી લીધી હતી. તો બીજી બાજુ આ ઘટનાને લઈ ત્યાં હાજર લોકો તાળીઓ અને સીટી વગાડતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ABVP ગુજરાત પ્રદેશના 54માં અધિવેશનમાં ભાવનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. તારીખ 6 થી 8 જાન્યુઆરી સુધી ભાવનગરમાં યોજાનારા આ અધિવેશનના ઉદઘાટન સત્રનાં પ્રારંભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્દઘાટક તરીકે હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી સત્રનો પ્રારંભ કરાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.