રોહિત-કોહલી હવે T20માં રમતા જોવા નહિ મળે? BCCIના અધિકારીએ કર્યો મોટો ધડાકો

ન્યૂઝીલેન્ડ(New Zealand)ની સામેની T20 સિરીઝ(T20 series)માં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી એવા રોહિત શર્મા(Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) ટીમમાં નહિ હોય પરંતુ ટીમના કેપ્ટન…

ન્યૂઝીલેન્ડ(New Zealand)ની સામેની T20 સિરીઝ(T20 series)માં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી એવા રોહિત શર્મા(Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) ટીમમાં નહિ હોય પરંતુ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા હશે. જોકે હજુ ન્યૂઝીલેન્ડ સામેની 3 વન-ડે અને 3 T20 મેચની સિરીઝ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી. આ ટીમની જાહેરાત નવી સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પહેલા વન-ડે સિરીઝ શરૂ થશે, જે 18 જાન્યુઆરીના રોજ રમાશે. તેના પછી 3 મેચની T20 સિરીઝ 27 જાન્યુઆરીના રોજ શરૂ થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો વાત કરવામાં આવે તો, T20 સિરીઝમાંથી સિનિયર્સ પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. સ્પોર્ટ્સની એક વેબસાઇટને BCCIના એક અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં 3 મેચની T20 સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં લેવા માટે વિચાર, વિમર્શ કરવામાં નહિ આવે.

અમે તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, રવિંચંદ્ર અશ્વિન જેવા સિનિયર પ્લેયર્સ અગાઉથી જ T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

મહત્વનું છે કે, આ વર્ષે ભારતમાં જ ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ રમાવવા જઈ રહ્યો છે. હાલમાં જ BCCI દ્વારા રિવ્યૂ મીટિંગમાં વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વન-ડે વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને જ અજમાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે આ 20 ખેલાડીઓ કોણ છે, તેનું હજુ લિસ્ટ બહાર પડ્યું નથી. પરંતુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રોહિત, વિરાટ સહિત શ્રીલંકાની સામે વન-ડે સિરીઝમાં સામેલ ખેલાડીઓના નામ તે લિસ્ટમાં હશે. આ ઉપરાંત કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયેલા રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને પણ તે લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. રિવ્યૂ મીટિંગમાં સિનિયર પ્લેયર્સને ઈજાથી બચાવવા માટે મહત્ત્વના પગલાં લેવાની પણ વાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની સામે રમાઈ રહેલી 3 T20 મેચની સિરીઝમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે હાલમાં ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા કરી રહ્યા છે, જ્યારે વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ સિરીઝમાં શુભમન ગિલ, શિવમ માવી અને રાહુલ ત્રિપાઠીના પણ શામેલ કરવામાં આવ્યા છે. હાલ સિરીઝ 1-1ની બરાબરી પર છે. ત્યારે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટમાં રમાવવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *