પ્રેમિકાને ગલીખાચામાં બોલાવી ચપ્પુના આડેધડ ઘા ઝીક્યા, નઈ જેવી વાતથી નારાજ થઇ પ્રેમીએ… વિડીયો જોઈ કાળજું કંપી ઉઠશે

દિલ્હી(Delhi): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ સરેઆમ હત્યા થઈ રહી છે. ત્યારે…

દિલ્હી(Delhi): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ સરેઆમ હત્યા થઈ રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સોમવારના રોજ દિલ્હીના આદર્શનગર(Adarshnagar) વિસ્તારમાં બ્રેકઅપ (break up)થી નારાજ યુવકે યુવતી પર છરીથી 6 વખત હુમલો કર્યો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. તેમજ ઘાયલ યુવતીને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર છે.

5 વર્ષ પહેલાં મિત્રતા થઈ, બ્રેકઅપ પછી યુવકે છરીના ઘા ઝીંક્યા:
મળતી માહિતી અનુસાર, પીડિતા દિલ્હી યુનિવર્સિટીમાં BAનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે સુખવિંદર નામના યુવક સાથે 5 વર્ષ પહેલાં યુવતીની મિત્રતા થઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે બંનેને પ્રેમ થયો હતો. પરંતુ આ સંબંધ યુવતીના પરિવારને મંજૂર ન હોવાને કારણે યુવતીએ બ્રેકઅપ કર્યું હતું. તેમજ સુખવિંદરથી દુર રહેવાનું ચાલુ કર્યું હતું.

આ દરમિયાન સુખવિંદરથી આ વાત સહન ન થઈ હતી. જેને પગલે આરોપીએ સોમવારના રોજ યુવતીને મળવા બોલાવી હતી. તેથી યુવતી ઘરની પાસેની ગલીમાં તેને મળવા ગઈ. ત્યારે તેણે યુવતીને છરીના ઘા ઝીંક્યા હતા. આ પછી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેમજ આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

અંબાલાથી આરોપીની ધરપકડ:
તે સમયે ટેક્નિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે, આરોપી દિલ્હીથી ભાગીને અંબાલા છુપાઈ ગયો હતો. પોલીસની ટીમ અંબાલા પહોંચી હતી. અને હરિયાણાના અંબાલાથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે પોલીસે કેસ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *