ગોપાલ ઈટાલીયાની આપ પ્રદેશ પ્રમુખ પદેથી હકાલપટ્ટી, જાણો કોને બનાવાયા ગુજરાત પ્રમુખ

ગુજરાત આમ આદમી પાર્ટીના પદ પર ધરખમ ફેરફારો થયા છે. જેમાં ગોપાલ ઈટાલીયાને ગુજરાત આપ પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ ગોપાલ ઇટાલીયાને…

ગુજરાત આમ આદમી પાર્ટીના પદ પર ધરખમ ફેરફારો થયા છે. જેમાં ગોપાલ ઈટાલીયાને ગુજરાત આપ પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ ગોપાલ ઇટાલીયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહી ચુકેલા ઈશુદાન ગઢવીની ગુજરાતના સ્ટેટ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સુરતના અલ્પેશ કથીરિયાને સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ (સુરત ઝોન) તરીકે નિમાવવામાં આવ્યા છે. સાથે ચૈતર વસાવાને સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે સાઉથ ગુજરાત ઝોન સોંપવામાં આવ્યું છે.

ડો. રમેશ પટેલને નોર્થ ગુજરાતના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે નીમવામાં આવ્યા છે. સાથે જ જગમાલ વાળાને સૌરાષ્ટ્રના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે.

જેવેલ વસરાને સેન્ટ્રલ ગુજરાતના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે નિમાવવામાં આવ્યા છે, સાથોસાથ કૈલાસ ગઢવીને કચ્છ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે. આ અંગેની માહિતી આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી ડો. સંદીપ પાઠકે આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *