ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે દીકરીઓને રમતી મુકાય છે…અનુપમ સ્વામીનો નવરાત્રી પર બફાટ

Anupam Swami Video: ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. માઈભક્તોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ચોતરફ આનંદ અને ઉલ્લાસનો (Anupam Swami Video) માહોલ છે. ત્યારે આ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક સ્વામીનાં વક્તવ્યથી વિવાદ સર્જાયો છે.

અનુપમ સ્વરૂપ સ્વામીનો નવરાત્રી પર બફાટ
રાજ્યમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતનો બફાટ મારતો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનુપમ સ્વરૂપસ્વામીનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ નવરાત્રીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સંભળાય છે.

આ વાઇરલ વીડિયોમાં અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને ‘લવરાત્રી’ ગણાવતા વિવાદ છંછેડાયો છે. આ વાઇરલ વીડિયોમાં અનુપમ સ્વરૂપ સ્વામી કહે છે કે, કોઈ એમ કહે છે આ નવરાત્રી નહીં, ‘લવરાત્રી’ છે. કોઈ એમ કહે છે આ નવ દિવસનો નાઈટ ફેશન શો છે. કોઈ એમ કહે છે માતાજીની પૂજાનાં નહીં, વાસનાનાં પૂજારીઓની પૂજાનાં દિવસો આવ્યા છે.

‘ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે …’
સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન સામે આવ્યું છે કે, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે. તેમણે કહ્યું કે, “હાલના સમયમાં લજ્જા અને શરમ તો સાવ ગઈ. પહેરવેશના નામે ફક્તને ફક્ત બસ અંગપ્રદર્શન રહ્યા. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રિ યોજવી જોઈએ.”