યુક્રેન અને રશિયા(Ukraine-Russia war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પોલેન્ડ-રોમાનિયા સહિત સરહદે(Poland-Romania border) વિદ્યાર્થીઓ ભૂખ્યા અને તરસ્યા બેસવા માટે મજબુર થયા છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ BAPS સંસ્થાનો સંપર્ક કરી વિદ્યાર્થીઓને ભોજન સહિતની વ્યવસ્થા કરવા માટે હાકલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી ચિંતાઓના આધારે, BAPS એ વિદેશમાં રહેતા તમામ સ્વયંસેવકોની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે. જે ભારત માટે ખુબ જ ગર્વની વાત કહી શકાય. BAPS સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીને ફોન આવ્યો અને તેમાં શું વાત થઈ તે ખુદ સ્વામીએ જ જણાવી છે.
જેમ બને તેમ તમામ પ્રકારની સુવીધાઓ પહોંચાડવા માટે કરવામાં આવી અપીલ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સંસ્થાના મહંત સ્વામીનો સંપર્ક કર્યો હતો અને યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPSના સંતોને જણાવતા કહ્યું છે કે, રોમાનિયા, પોલેન્ડ અને સોવાકિયા જેવા દેશોની સરહદો પર રઝળતા વિદ્યાર્થીઓ માટે હાલમાં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. આવી પરીસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવા માટે દેશભરમાં BAPSના સ્વયંસેવકોની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે વિદેશમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને બોર્ડર પર જઈને વિદ્યાર્થીઓને ખાવા-પીવા સહિતની તમામ સુવિધાઓ આપવા અપીલ કરી છે.
સ્વયંસેવકો બોર્ડર પર રહેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવશે:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આપણા બાળકો ત્યાં મુશ્કેલીમાં છે ત્યારે તમારા સ્વયંસેવકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવી જરૂરી છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુઓએ મોબાઈલ કિચન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ રસોડા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો બોર્ડર પર બેઠેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવશે, ત્યાં જઈને તેમના માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો શક્ય હોય તો, અન્ય આવશ્યક વસ્તુઓનું પણ વિતરણ કરવાની યોજના નક્કી કરવામાં આવી છે.
જેમ બને તેમ ઝડપથી ટૂંક જ સમયમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની યોજના:
BAPSના સંત બ્રહ્મવિહારી દાસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે ફોન કરીને રશિયા અને યુક્રેન વચ્ચે રહેલા બાળકોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં પણ બાળકો અંગે ચિંતા હોય તેવું લાગી રહ્યું હતું. તેમણે BAPS સંસ્થા સાથે સંકળાયેલા સ્વયંસેવકોને વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવવાનું સૂચન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમે શક્ય તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવાનું આયોજન કર્યું છે.
વિદ્યાર્થીઓને સમયસર ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે:
વિદ્યાર્થીઓને સમયસર ભોજન મળી રહે તે માટે ખાસ મોબાઈલ કિચનની સ્થાપના કરવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, જ્યાં વિદ્યાર્થીઓ હવે બેઠેલા છે તે વિવિધ સરહદો સુધી ઝડપથી મદદ પહોંચાડવામાં આવે તો ઘણું સારું કામ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી ચિંતાઓના આધારે, અમે વિદેશમાં રહેતા અમારા તમામ સ્વયંસેવકોની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.