પ્રેમ પ્રકરણમાં આજના યુવાનો પોતાનું જીવન તબાહ કરી રહ્યા છે. પ્રેમમાં નિષ્ફળતા મળતા જીવન ટૂંકાવું આજના યુવાનોનો શોખ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ આવી જ એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. પ્રેમમાં પાગલ એક પ્રેમીએ ફેસબુક લાઈવ કરી મારબલ કટરથી પોતાનું ગળું કાપી નાખ્યું હતું. ગળાના ભાગે કટર અડતા જ લોહીની ધાર વહી ગઈ હતી. આ ઘટના સામે આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે.
પ્રેમમાં પાગલ થયેલા એક યુવકે ગૅલન્ડર વડે તેનું ગળું કાપી નાખ્યું. હાલ તેની હાલત ગંભીર છે. તેણે ફેસબુક પર લાઈવ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના હૈદરાબાદની છે, જ્યારે યુવક ઉત્તર પ્રદેશના મહારાજગંજનો રહેવાસી છે. સમાચાર મળતાની સાથે જ પરિવાર હૈદરાબાદ જવા રવાના થયો હતો. પરિવારે જણાવ્યું કે શૈલેષ 30 નવેમ્બરે એક યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ યુવકે આ પગલું ભર્યું હતું.
LIVE માં મિત્રોને કરી છેલ્લી સલામ…
ફેસબુક લાઈવમાં શૈલેષ રૂમમાં બેઠેલો જોવા મળે છે. તે પોતાની ફરિયાદ યુવતીને કહી રહ્યો છે. આ પછી, તેના મિત્રોને અંતિમ સલામ કહી, તેણે ગેલેન્ડરથી તેનું ગળું કાપી નાખ્યું. તે થોડીવાર બેસી રહ્યો અને ત્યાં ગળામાંથી લોહીની ધાર વહેતી રહી. ફેસબુક લાઇવ 2.51 સેકન્ડ પછી બંધ થઇ જાય છે.
પ્રેમમાં પાગલ બન્યો પ્રેમી! ફેસબુક LIVE કરી મારબલ કટરથી કાપી નાખ્યું ગળું- જુઓ વિડીયો #gallender #machine #LIVE #maharajganj #viral #video #breaking_news #trishulnews pic.twitter.com/4qIPMwWYNf
— Trishul News (@TrishulNews) November 9, 2022
વીડિયોમાં શૈલેષએ કહ્યું..
‘ભાઈ, મેં તેનો ફોટો ફેસબુક પર મૂક્યો છે અને નંબર પણ આપ્યો છે. તેને લગ્ન કરવા ન દેતા. જેમ તે મારી ના થઇ તેમ તે કોઈની પણ નહિ થાય. હવે ક્યારેય મુલાકાત નહિ થાય. ભાઈ મેં પ્રેમ કર્યો હતો કોઈ ખિલવાડ નહિ… ગયા મંગળવારથી એક અઠવાડિયું થઈ ગયું. અગાઉ વાતચીત થતી હતી. આજે સવારે ફોન કરી તેણી ગાળો આપતી હતી. તે કહેતી હતી કે, જો તે મારી પાસે હોત તો મને ઝેર આપી મારી નખેત. ઠીક છે હું ખુદ મારી જાવ છું. બધાને આ વિડીયો મોકલી દો જેનાથી તેના લગ્ન ના થાય.’ – અને પછી તેણે ગળું કાપી નાખ્યું.
હાલત નાજુક, હોસ્પિટલમાં દાખલ
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે કેટલાક લોકોએ શૈલેષને LIVE જોયો તો તેઓએ પરિવારને જાણ કરી. પરિવારે પોતાના પરિચિતોને બોલાવ્યા. ત્યારબાદ તેઓએ શૈલેષને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેની હાલત ગંભીર છે.
એક દિવસ પહેલા રેલવે ટ્રેક પર ગયો હતો પણ…
સોમવારે શૈલેષ બપોરે રેલવે ટ્રેક પર ગયો હતો. ત્યાં તેણે ફેસબુક લાઈવ કર્યું. પરંતુ કોઈ કારણસર લાઈવ બંધ થઈ ગયું હતું. લોકોએ જણાવ્યું કે તે આપઘાત કરવા માટે ત્યાં ગયો હોઈ શકે છે. પરંતુ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તેણે પોતાના હાથ પર છોકરીના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.