કેનેડામાં એક ગુજરાતીએ પાવર બચાવવાં માટે ફ્રિજનો કર્યો એવો જુગાડ કે…જુઓ વિડીયો

Canada Viral Video: દેશી જુગાડના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કેટલાક લોકો બેટરીથી ચાલતા ઇન્ડક્શન કુકરમાં કચોરી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પોતાની બાલ્કનીને રેફ્રિજરેટર બનાવી બેઠા છે. તાજેતરમાં એક વ્યક્તિએ (Canada Viral Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો કેનેડાનો છે, જેમાં એક ગુજરાતીનો જુગાડ બતાવ્યો હતો. આ વ્યક્તિની વીજળી બચાવવાની રીત ખૂબ વાયરલ થઈ રહી છે.

શું છે દેશી જુગાડ?
ગુજરાતીના જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરનાર યુઝરે કહ્યું કે, તે તેના મિત્રના ઘરે આવ્યો હતો. મિત્રએ તેને પૂછ્યું કે, શું તે ચા પીવા માંગે છે? આના પર તે કહે છે કે, હા, બનાવી લો. પછી મિત્ર કહે છે કે, હું ચા માટે પાણી મુકું, તું ફ્રીજમાંથી દૂધ કાઢ. આ બાદ, જ્યારે તે માણસ દૂધ કાઢવા માટે ફ્રિજ ખોલે છે, ત્યારે તે જુએ છે કે, ફ્રિજ આખએ આખું ખાલી છે.

બાલ્કની બનાવી રેફ્રિજરેટ
આ પછી તે ફરીથી તેના મિત્રને પૂછે છે કે, દૂધ ક્યાં છે? આના પર તે કહે છે કે, જ્યાં બીજો દરવાજો છે, ત્યાં ફ્રીજ છે, તેમાં દૂધ રાખવામાં આવ્યું છે. આ બાદ, દરવાજો ખોલતાની સાથે જ તે જુએ છે કે, ફ્રીજમાં રાખેલી બધી વસ્તુઓ બાલ્કનીમાં પડી હતી. આ સમય દરમિયાન ત્યાંનું તાપમાન માઈનસ 15 ડિગ્રી હતું. તેઓ વધુમાં કહે છે કે, ગમે તેટલી મોંઘવારી હોય, એક ગુજરાતી પોતાના બજેટ પ્રમાણે ખર્ચ કેવી રીતે કરવો તે જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by KABIR (@yaaar_kabir)

યુઝર્સે કોમેન્ટ કરી
આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એકે કંજૂસ ગુજરાતી લખ્યું, જ્યારે બીજાએ લખ્યું કે, આ ગુજરાતીનો પાવર છે. એકે લખ્યું, ભાઈ આપણે ગુજરાતી છીએ. એકે લખ્યું કે, ગુજરાતી લોકો આ જ કારણે પ્રખ્યાત છે.