મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યો વિના લગ્નમાં આનંદ આવતો નથી. લગ્નમાં, બધા કન્યા અને વરરાજા માટે લગ્નની ભેટો લાવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, મહેમાનોને અપાયેલી લગ્નની ભેટને કારણે કોઈએ તેમના લગ્ન રદ કર્યા છે? અમારા શબ્દો સાંભળ્યા પછી તમે પણ મૂંઝવણમાં મુકાયા હશો, પણ આ વાત સાવ સાચી છે.
કેનેડામાં રહેતા સુસને ઇચ્છિત ભેટ ન મળવાના કારણે પોતાનાં લગ્ન રદ કર્યા છે. સુસનના પિતરાઇ ભાઇએ સોશિયલ મીડિયા પર સુસનના લગ્ન રદ થયા હોવાની માહિતી આપી હતી. આ જોયા પછી આ સમાચાર વાયરલ થયા છે.
સુસને લગ્નમાં મહેમાનોની સામે રોકડ રકમની માંગ મૂકી હતી. સુસાન તેના લગ્નમાંથી 60 હજાર ડોલર એકત્રિત કરવા માંગતી હતી અને તેમાંથી જ પોતાના લગ્ન કરવા ઈચ્છતી હતી. પરંતુ મહેમાનોએ સુસાનની ઇચ્છા પૂરી ન કરી તેથી સુસને તેના લગ્ન રદ કર્યા.
સુસાનનો મંગેતર લગ્ન ન કરવાથી ભારે દુ:ખી છે. તે કહે છે કે, તેના અને સુસાનના કેટલાક કારણોસર લગ્ન થયા નથી. તેણે આ માટે મિત્રો અને સબંધીઓને દોષી ઠેરવ્યા.
સુસનએ લગ્ન રદ થયા પછી સોશિયલ મીડિયા પર દિલની વાત લખી છે. સુઝને લખ્યું- ‘અમે બંને સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યાં. તે સમયે, અમે 14 વર્ષનાં હતાં અને પછી 18 વર્ષની ઉંમરે અમે સગાઈ કરી હતી. હું 20 વર્ષની ઉંમરે માતા બની અને અમે સાથે જીવન જીવવાનું નક્કી કર્યું. પરંતુ લગ્ન કરવા માટે અમારી પાસે માત્ર 15 હજાર ડોલર હતા. સારા લગ્ન કરવા માટે અમને 60 હજાર ડોલરની જરૂર હતી. તેથી જ અમે અમારા મિત્રો અને સંબંધીઓને અમારા લગ્નમાં ભેટોને બદલે રોકડ આપવા જણાવ્યું હતું. પરંતુ મિત્રો અને સંબંધીઓએ આવું કર્યું નહીં. આને કારણે અમારે લગ્ન રદ કરવા પડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle