ભીલવાડા જિલ્લાના સાયલા નજીક મોટીબોર ના ખેડા માં સ્થાપીત શ્રી નવગ્રહ આશ્રમ આ દિવસોમાં દેશ અને દુનિયામાં વિખ્યાત થઈ રહ્યું છે.આ આશ્રમમાં 29 વિભિન્ન અસાધ્ય રોગોનો ઉપચાર વાનસ્પતિક તથા આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. દર શનિવાર તથા રવિવાર અહીંયા દર્દીઓનું જાણે મેળાવડો ઉભો થયો હોય તેવું લાગે છે. આ આશ્રમના અસાધ્ય રોગોનો ઉપચાર કેન્દ્રની સંઘના પણ આપી શકાય છે.
ઉલ્લેખનીય છે કે વિભિન્ન પ્રકારના રોગોનો ઉપચાર માટે દેશ-વિદેશથી 353 પ્રકારના ઔષધીય પ્રજાતીઓના વૃક્ષો અહીં લગાવવામાં આવે છે. બદ્રીનાથ શાસ્ત્રી બાદ માનવ સેવાને પરમોધર્મ માનીને આ કાર્યમાં લાગેલા હંસરાજ ચૌધરી રાજકીય સેવા નિવૃત્તિ લીધા બાદ તેમને આયુર્વેદિક અને વનસ્પતિ પદ્ધતિમાં એટલો લગાવ લાગ્યો કે તેઓએ આયુર્વેદ તથા પંચકર્મમાં ડિપ્લોમા પણ કર્યું છે.
હંસરાજ ચૌધરી માટે આજે કોઈ પરિચય આપવાની જરૂર નથી કારણ કે દેશ અને વિદેશમાંથી આજે તેમની પાસે આવનાર વ્યક્તિઓની સંખ્યા દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેમનો સંકલ્પ છે કે આશ્રમ દરેક પ્રકારના રોગોના ઉપચારમાં કેન્દ્ર બિંદુ બને અને ભારત કેન્સર મુક્ત બની શકે.
ઉલ્લેખનીય છે કે આશ્રમમાં પ્રત્યક શનિવાર તથા રવિવારના રોજ આવનારા લોકોનો નિશુલ્ક આયુર્વેદિક ઉપચાર તેમજ આયુર્વેદિક ને લગતી જાણકારી પણ આપવામાં આવે છે. આશ્રમના સંચાલક હંસરાજ ચૌધરી નો દાવો છે કે વિતેલા વર્ષોમાં અત્યાર સુધીમાં તેઓ હજારો લોકોના કેન્સર નો ઈલાજ આયુર્વેદિક પદ્ધતિથી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. આ હકીકતમાં તેઓ કેન્સર પ્રતિ લોકોને જાગૃત કરવાનું પણ અભિયાન ચલાવી રહ્યા છે. તેમની સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર 7665555755 પર સંપર્ક કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.