આ હોટ એક્ટ્રેસ અભ્યાસ છોડીને ફક્ત 500 રૂપિયા લઈને પહીચી હતી મુંબઈ, અત્યારે કમાય છે અધધ… આટલા કરોડ

હાલ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અને પોતાના સુંદર ફોટોથી ફેન્સના દિલ જીતતી રહે છે. આજે અમે તમને દિશા…

હાલ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અને પોતાના સુંદર ફોટોથી ફેન્સના દિલ જીતતી રહે છે. આજે અમે તમને દિશા સાથે જોડાયેલ કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છે. દિશાના બૉલીવુડ કરિયરની શરૂઆત સુશાંત સિંહ સાથેની ફિલ્મ ‘એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’થી થઇ.

આ ફિલ્મમાં એમનો નાનો રોલ હતો. પરંતુ, ફેન્સને ઈમ્પ્રેસ કરવામાં કામયાબ રહી. જણાવી દઈએ કે, બૉલીવુડમાં ડેબ્યુ કરવા પહેલા દિશા તેલુગુ ફિલ્મ ‘લોફર’માં જોવા મળી હતી. ત્યારબાદ એક મ્યુઝિક વિડીયો કર્યો ત્યારથી તેમના બૉલીવુડ સફરની શરૂઆત થઇ. જોકે તેમની ‘કુંગ ફૂ પાંડા’ ફિલ્મ ખુબ ચર્ચામાં રહી. દિશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પોતાના એક્ટિંગના સપનાને પૂરું કરવા માટે અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો.

દિશા મુંબઈમાં માત્ર 500 રૂપિયા લઇને આવી હતી. દિશાએ જણાવ્યું કે, હું એકલી રહેતી હતી અને કામ કરતી હતી પરંતુ પરિવાર પાસે મદદ માંગતી ન હતી.’ આ ઉપરાંત એક શોમાં દિશાએ જણાવ્યું હતું કે, જયારે હું નાની હતી, એ સમયે નવા-નવા ફોન આવ્યા હતા. હું અને મારી બહેન સાથે બેસીને રેન્ડમ નંબર ડાયલ કરી દેતા હતા અને માત્ર હાય જ કહેતા, હું ફલા-ફલા વાત કરી રહી છું.

રણવીર કપૂર દિશાનો સૌથી મોટો ક્રશ છે. દિશા પાટની એક ખુબ સારી ડાન્સર છે. રોજ સ્કૂલ જતી સમયે તે રસ્તા પરથી જતી હતી જ્યાં રણવીરના પોસ્ટર લાગેલા હોય છે. એ પોસ્ટરને ત્યાં સુધી ફરી-ફરી જોતી જ્યાં સુધી એ દેખાતું બંધ ન થઇ જાય. આ ચક્કરમાં ઘણી વખત એમનું એકસીડન્ટ થતું પણ બચ્યું છે. દિશાનું મુંબઈના બાંદ્રામાં પોતાનું ઘર છે. દિશાના ઘરનું નામ લિટલ હટ છે. તેમણે નવું એપાર્ટમેન્ટ 2017માં પોતાને ગિફ્ટ આપ્યું હતું. જણાવી દઈએ કે, જેની કિંમત 5 કરોડ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *