કેપ્ટન રોહિત શર્મા એ ભારત માટે વિરાટ કોહલીને નહિ પણ આ યુવા ખેલાડીને ગણાવ્યો T20 વર્લ્ડકપમાં મેચ વિનર

ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ આશા વ્યક્ત કરી કે બેટ્સમેન (batsman) સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં એક્સ ફેક્ટર સાબિત થશે. આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. જ્યારે ભારત(India) તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન(Pakistan) સામે રમશે. ICC ઈવેન્ટની શરૂઆતના એક દિવસ પહેલા શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું, ‘સૂર્યા સારા ફોર્મમાં છે. મને આશા છે કે તે આવી જ બેટિંગ કરવાનું ચાલુ રાખશે. તે આત્મવિશ્વાસુ ખેલાડી છે. તે નિર્ભયપણે રમે છે, તે તેની કુશળતાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. મને આશા છે કે તે એક્સ-ફેક્ટર બની જશે.’

રોહિત શર્માએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પર પણ વાત કરી, જે ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે અને કહ્યું કે ‘ઈજા એ રમતનો એક ભાગ છે. તમે નિરાશ ન થઈ શકો. તમે શું કરી શકો તે વિશે તમારે વિચારવું પડશે. અમે અન્ય ખેલાડીઓને તક આપી અને તેઓએ સારું પ્રદર્શન કર્યું. તે તમામ ખેલાડીઓને તક આપવી મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ફોર્મમાં રહેલા બેટ્સમેન સૂર્યકુમાર યાદવે બેટ્સમેનોમાં બીજા સ્થાને જાળવી રાખ્યું છે અને તે ભારતના ટોચના ક્રમાંકિત બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની તાજેતરની ઘરેલુ T20 શ્રેણી દરમિયાન સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનથી પાછળ છે. સૂર્યકુમારના 838 અંક છે.

સૂર્યકુમાર ટોપ 10માં એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. સૂર્યકુમારે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ T20 મેચોમાં લગભગ 200ની સ્ટ્રાઈક રેટથી કુલ 119 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 2 અડધી સદી, 10 ચોગ્ગા અને 9 છગ્ગા આવ્યા હતા. તેની બેટિંગ એવરેજ પણ 59થી વધુ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *