ભારતીય સેનામાં કેપ્ટન તરીકે તૈનાત સાહિલનું નાની ઉંમરે કાશ્મીરમાં નિધન- ‘ઓમ શાંતિ’

ભારતીય સેના (Indian Army) માં કેપ્ટન તરીકે કાશ્મીર (Kashmir) માં તૈનાત રોહતક (Rohtak, Haryana)ના રહેવાસી કેપ્ટન સાહિલ વત્સ(Sahil Vats)નું શુક્રવારે અચાનક અવસાન થયું. સંબંધીઓના જણાવ્યા મુજબ, હૃદય ફેલ(Heart fail) થવાને કારણે તેમનું અવસાન થયું છે. તેમનો પાર્થિવ દેહ શનિવારે બપોરે દિલ્હી (Delhi) પહોંચ્યો છે. ગામમાં જ સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હાર્ટ ફેલથી થયું નિધન
26 વર્ષીય કેપ્ટન સાહિલ વત્સ જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં તૈનાત હતા. જ્યાં 14મી જાન્યુઆરીએ માઈનસ 14 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા હૃદય બંધ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. જિલ્લાનું ડોભ ગામ તેમનું પૈતૃક ગામ છે, પરંતુ પરિવાર લાંબા સમયથી રોહતકમાં રહે છે. તેમના પાર્થિવ દેહને બપોરે લગભગ 2 વાગ્યે રોહતકના સેક્ટર 4માં લાવવામાં આવશે, ત્યારબાદ ડોભ ગામમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શહીદના પિતરાઈ ભાઈ મેજર પંકજ કૌશિશે જણાવ્યું કે કેપ્ટન વત્સ નવા વર્ષની રજા પર ઘરે આવ્યા હતા. ડિસેમ્બરમાં જ તેને લેફ્ટનન્ટ રેન્કથી કેપ્ટનના રેન્કમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો. તે 2 જાન્યુઆરીએ ઘરેથી સેનામાં પરત ફર્યો હતો. કેપ્ટન વત્સના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જિલ્લાના જનપ્રતિનિધિઓ પોતપોતાના સ્થળોએથી રવાના થઈ રહ્યા છે. પોલીસ-વહીવટ દ્વારા ડોભ ગામમાં આ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેપ્ટન વત્સના અંતિમ સંસ્કારમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *