રોડ ક્રોસ કરતી વખતે મોબાઈલમાં તલ્લીન યુવાનનું બસની અડફેટે આવતા મોત- આ વિડીયો જોઇને તમે જ કહો કોની ભૂલ છે?

વડોદરા(ગુજરાત): હાલમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે સર્જાયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં વડોદરાની સિટી બસની અડફેટે…

વડોદરા(ગુજરાત): હાલમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે સર્જાયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં વડોદરાની સિટી બસની અડફેટે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે બસ ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, એક સિટી બસ વાઘોડિયાથી મુસાફરો લઇને વડોદરા તરફ આવી રહી હતી. આ દરમિયાન પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનનું બસની અડફેટે આવી જતાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતું. હોસ્પિટલના ગેટ પાસે લગાવેલા CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

પોલીસ સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, CCTV ફૂટેજ જોતા અકસ્માતમાં મોત થયેલ વ્યક્તિ મોબાઇલ ફોન ઉપર વાત કરતા-કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. મોબાઇલ ફોન ઉપર વાત કરી રહેલી વ્યક્તિ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે, બસનો અવાજ પણ સાંભળ્યો ન હતો. બસની ઝડપ વધુ હોવાથી મોબાઇલ ફોન પર વાત કરનાર વ્યક્તિનું બસની નીચે આવી જતા ઘટના સ્થળ પર મોત થયું હતું.

આ ઘટના ધીરજ હોસ્પિટલ પાસે બનતા જ  આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને પોતાની આંખે જોનાર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં તરત જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. તપાસ કરતા મૃતક વ્યક્તિનું નામ સચિન બ્રિજેશભાઇ કશ્યપ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સચિનભાઇ કશ્યપ ધીરજ હોસ્પિટલમાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે વાઘોડિયાથી વડોદરા તરફ પુરપાટ જતી સિટી બસની અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળ પર મોત થયો હતું.

આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે સિટી બસ ચાલક હિરાભાઇ બારીયા વિરુધ અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરુ કરી હતી. બીજી બાજુ સીટી બસના સંચાલકો દ્વારા બસ ચાલક હિરાભાઇ બારીયાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *