અમરેલી જીલ્લાને સુરતના યુવાનો અને ડોકટરોનો “સેવાયજ્ઞ” થી કરી રહ્યા છે કોરોના મુક્ત

છેલ્લા ઘણા સમયથી કોરોનાએ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસોમાં ઘણો વધરો જોવા મળ્યો છે. કેટલાક લોકોને તો જરૂર…

છેલ્લા ઘણા સમયથી કોરોનાએ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસોમાં ઘણો વધરો જોવા મળ્યો છે. કેટલાક લોકોને તો જરૂર સમયે બેડ કે ઓક્સીજન પણ મળી રહેતા નથી. આ દરમિયાન ઘણા સેલેબ્રીટી પણ મદદે આવ્યા છે. આ મહામારીમાં ઘણા લોકો દ્વારા સેવા આપવામાં આવી છે.

આ દરમિયાન જાણવા મળ્યું છે કે, “સેવા”ના સથવારે સુરત ટીમના સહકારથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે ગામના સરપંચ શ્રી અરવિંદ ભાઈ કોટડીયા, રાજુભાઈ સાવલિયા તેમજ ગ્રામજનો દ્વારા શરૂ થયેલ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, સુરતના નામાંકીત યુનિટી હોસ્પીટલના ડોકટરોની ટીમ સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની ઓપીડી લેવામાં આવી હતી. સુરતથી સેવા ટીમના ધાર્મિક માલવીયા, સંકેત ગજેરા, ગૌતમ લક્કડ, મૌલિક નસીત સહિતની ટીમ દ્વારા ગ્રામજનોને મફત દવાઓ આપવામાં આવી હતી તથા કોરોનાથી ડરવાની જગ્યાએ સાવચેતી રાખી સમયસર લોકો સારવાર લે તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સુરત ટીમના સહકારથી ધાર્મિક માલવીયા અને તેમની ટીમ દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ ખાતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સંચાલિત કોવિડ આઇસોલેશન સેન્ટર ખાતે ડૉ. અરવિંદ શર્મા દ્વારા પણ સંચાલન કરાતા આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.

સુરતના નામાંકીત યુનિટી હોસ્પીટલના ડોકટરો ડો. મિલન જીયાણી, ડો. મિતેષ માંડવીયા, શ્રી પિયુષ ગોંડલિયા, શ્રી વિપુલ કોરાટ તેમજ શ્રી રજનીકાંત કુબાવતની ટીમ સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની ઓપીડી લેવામાં આવી અને દર્દીઓને જરૂરી સારવાર તેમજ દવાઓમાં ફેરફાર બાબતે ચર્ચા કરી ડૉકટર મિત્રો સાથે વાર્તાલાપ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *