રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ તેમજ હાઈવે પર જ થતાં હોય છે. અકસ્માતને કારણે લોકો પોતાનો તેમજ પરિવારનોને ગુમાવી બેસતા હોય છે. સમગ્ર રાજ્યમાં થયેલ અતિભારે વરસાદને કારણે હાઈવે પર તેમજ રોડ પર ખાડા પડી જવાને લીધે ઘણીવાર ગંભીર અકસ્માત સર્જાતા રહેતાં હોય છે તેમજ હાઈવે પર ટ્રાફિકજામની સ્તિથી જોવા મળતી હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર રાજ્યમાં આવેલ ગોંડલમાંથી સામે આવી રહ્યાં છે.
બાબરાથી વીરપુર તરફ જઈ રહેલ પરિવારને અકસ્માત નડ્યો :
મળી રહેલ જાણકારી પ્રમાણે પરિવાર અમરેલીમાં આવેલ બાબરાથી વીરપુર તરફ પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. એ દરમિયાન ગોંડલમાં આવેલ મોવિયાની નજીક કુલ 5 મુસાફરો સાથેની કાર પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી. આ ઘટનામાં પરિવારના કુલ 4 સભ્યો કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા. જ્યારે માત્ર 3 વર્ષની બાળકી લાપતા બની હતી.
JCBની મદદથી કારને બહાર કાઢવામાં આવી :
આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાની સાથે જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો તથા JCBની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી પરંતુ કારમાં બાળકી ન હોવાંને કારણે ફાયર ટીમનાં તરવૈયા દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
કલાકો પછી બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં તો બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારની માત્ર 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનું મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle