તારાપુર હાઇવે પર કુતરુ આવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી; બેના મોત, 3 ગંભીર

Tarapur Accident: આણંદના તારાપુર બગોદરા સિક્સલેન હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ત્યારે અકસ્માતના પગલે થોડીવાર તો અફરાતફરી (Tarapur Accident) મચી જવા પામી હતી તેમજ આ ઘટના અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરતા તેઓ ઘટસ્થળ પર દોડી આવ્યા હતા.

કાર ડિવાઇડર સાથે અથડાઇ
મળતી માહિતી પ્રમાણે તારાપુરના વરસડા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે ઉપર શ્વાન આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા પલટી મારી ગઇ હતી.જે બાદ આ ઘટના અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરતા તેઓ ઘટસ્થળ પર દોડી આવ્યા હતા.બાદમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બે ના મોત થયા
વડોદરાથી પાંચ મિત્રો સાળંગપુર દર્શન કરવા માટે જઇ રહ્યા હતા, તે દરમિયાન તેમને કાળ ભરખી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. અને હાલમાં 3 ની હાલત ગંભીર હોવાના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. વડોદરાના નાગરવાળાના પ્રવીણ પંડ્યા અને અટલાદરાના જીગ્નેશ વસાવાનું અકસ્માતમાં મોત થયું છે.

હજુ એક અઠવાડિયા પહેલા સર્જાયો હતો અકસ્માત
આ આગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર 28 નવેમ્બર સવારના સમયે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.