પરિવારની એકની એક દીકરીને માર્ગમાં થયો કાળનો ભેટો- સમગ્ર ઘટના જાણીને રડી પડશો

સમગ્ર રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર વડોદરામાંથી આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામેં આવ્યા છે. શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બ્રિજ પર એક્ટીવા લઈને જતી યુવતીને પાછળથી અડફેટે લીધી હતી.

કારની અડફેટ એટલી ભયંકર હતી કે, એક્ટીવા ફંગોળાઈ ગયું હતું કે, જેમાં યુવતીને માથાના ભાગે ખુબ ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતુ. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારે દીકરી ગુમાવી હોવાથી આભ તૂટી પડ્યું છે. 

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાતાં યુવતીનું થયું મોત:
શહેરમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 24 વર્ષીય યુવતી નમ્રતા સોલંકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વહેલી સવારમાં જ યુવતી ઘરેથી કામ માટે બહાર જઈ રહી હતી ત્યારે અકોટા દાંડિયાબજાર બ્રિજ પર પસાર થતી વખતે અચાનક પાછળથી પૂર ઝડપે આવી રહેલ કારે જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયંકર હતી કે, એક્ટિવા ચાલક 24 વર્ષીય યુવતી નમ્રતા સોલંકી એક્ટિવા સહિત હવામાં ફંગોળાઈ ગઈ હતી કે, જેમાં માથાના ભાગે તથા શરીરમાં ગંભીર ઘા વાગ્યા હતા. ત્યારપછી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં ડોકટર દ્વારા યુવતીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. યુવતીના પરિવાજનને પણ યુવતીના મોબાઈલમાંથી ફોન કરીને જાણ કરી દેવામાં આવી હતી. હાલમાં 24 વર્ષીય યુવતી નમ્રતા સોલંકી અકાળે અકસ્માતમાં મોત થતાં સમગ્ર પરિવાર પર દૂ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

યુવતીના ભાઈએ કરી પોલીસ ફરિયાદ:
અકસ્માતની આ ઘટનામાં એક માતા-પિતાને દીકરી ગુમાવવાનો જયારે એક ભાઈને પોતાની લાડકી બહેન ગુમાવવાનો વારો આવ્યો છે. બહેન નમ્રતા સોલંકીનું કારની ટક્કરે મોત થતા સમગ્ર પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. યુવતીના ભાઈ દ્વારા રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *