Chhota Udepur Accident: બોડેલી છોટા ઉદેપુર હાઈવે ઉપર રસ્તાની બાજુના ખાણીપીણીના ઠેલામાં ગતરાતે એક કાર ઘૂસી ગઈ હતી. જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે, કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો છે. જેથી બોડેલી પોલીસે (Chhota Udepur Accident) કારની તપાસ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
બોડેલીમાં નાસ્તાના તંબુમાં કાર ઘુસી
છોટા ઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં મોડીરાત સુધી ખાણીપીણી માટે લારીઓ, ઠેલાઓ તેમજ હોટેલો ધમધમે છે, સાથે સાથે આખી રાત ટ્રાફિકથી રસ્તાઓ ધમધમે છે. ગઇકાલે મોડી રાત્રે છોટા ઉદેપુર હાઈવે ઉપર એક તંબુમાં ચાલી રહેલા ચાઈનીઝના ઠેલામાં માંતેલા સાંઢની જેમ એક કાર ઘૂસી ગઈ હતી. જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા લોકો હેબતાઈ ગયા હતા. કાર આવતી હોવાની જાણ થતાં જ બધા લોકો નાસ્તો કરતાં કરતાં ઊભા થઈને ભાગ્યા હતા, છતાં માંતેલા સાંઢની જેમ આવેલી કારે ત્રણ જણાને અડફેટે લીધા હતા. જો કે, કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.
માંતેલા સાંઢની જેમ આવતી કારે ત્રણને અડફેટે લીધા
CCTVમાં જોઈ શકાય છે કે, તારીખ 10/12/2024ની રાત્રે એક વાગે એક ઠેલા પર ત્રણ લોકો નાસ્તો કરવા બેઠા છે. જ્યારે ઠેલાની બહારની સાઈડ એક વ્યક્તિ નાસ્તો બનાવી રહ્યો છે, તો અન્ય એક વ્યક્તિ ગ્રાહકોને નાસ્તો આપવાનું કામ કરી રહ્યો છે.
આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને નાસ્તો કરતા લોકોને અડફેટે લે છે. કાર એટલી સ્પીડમાં હોય છે કે, લોકો કાંઈ સમજે એ પહેલાં જ ઠેલામાં અફરાતફરી મચી જાય છે, બધો સામાન વેરવિખેર થઈ જાય છે. જોકે, કાર આવતાં લોકો દોટ મુકી આમતેમ ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ અહીંયા નાસ્તો કરી રહેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થાય છે. મળતી માહિતી મુજબ સદનસીબે કોઈ મોટી જાન હાનિ થઈ નથી. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજા થઈ છે.
છોટાઉદેપુરમાં કાર સીધી જ હોટલમાં ઘૂસી ગઈ….. pic.twitter.com/yRlpBYvSOM
— Jay Bhatt (@JayBhattvtv) December 10, 2024
પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી
સમગ્ર ઘટના બાબતે બોડેલી પોલીસ મથકના પી.આઇ. ડી.એસ.વાઢેરે જણાવ્યું હતું કે, આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની માહિતી મેળવી, કારની ઓળખ કરી, કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App