રાજ્યમાંથી અવારનવાર કેટલાંક વાહનચાલકોની ઘોર બેદરકારીને લીધે કેટલાંક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. હારીજમાં આવેલ નામાગામથી વેજાવાડાની વચ્ચે ખેતરેથી ઘરે આવી પરત ફરી રહેલ એક બાળકને કાર ચાલકે કચડી નાંખ્યો હતો. લોહીલુહાણ અવસ્થામાં પિતા બાળકને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. જો કે, અકસ્માત કર્યા પછી કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થયા પછી એકત્ર થયેલા લોકોનાં ટોળાએ રોષે ભરાઈને કારમાં તોડફોડ કરી હતી. ઘટના અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
3 વર્ષીય સહદેવ કાર નીચે આવી ગયો હતો :
હારીજ તાલુકામાં આવેલ નાણાગામમાં ઠાકોર પરિવારમાં એક બેસણુ હતું. આ સમયે ફુઆ તથા ફોઇની સાથે 3 વર્ષીય સહદેવજી ઠાકોર ખેતરે ગયો હતો તેમજ ત્યાંથી પરત ફરી રહ્યો હતો. બુધવારની સાંજે સરસ્વતી નદીના ડીપમાં રોડ પર ત્રણેય ચાલીને જઇ રહ્યાં હતા. આ સમયે ત્યાંથી કાર લઇને આવી રહેલ કારચાલકે 3 વર્ષીય સહદેવને અડફેટે લેતાં બલક કારની નીચે આવી ગયો હતો.
બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી :
અકસ્માત સર્જ્યા પછી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમયે ત્યાં હાજર ફૂઆએ બાળકના પિતાને બનાવ અંગેની જાણ કરી હતી. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાંથી લોહીલુહાણ અવસ્થામાં જમીન પર પડ્યો હતો. પિતા સહદેવને તાત્કાલિક ખાનગી વાહનમાં હારીજના સરકારી દવાખાને લઇ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન સહેદવનું મોત થયું હતું. બાળકના મોત થયા પછી અકસ્માત સ્થળે એકત્ર થયેલા લોકોએ રોષે ભરાઈને કારમાં તોડફોડ કરી હતી. પિતાએ સેન્ટ્રો કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરાર થયેલ કાર ચાલકને પકડી પાડવા માટેની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle