રોજ રાત્રે આવતા ડરામણા સપનાથી કંટાળીને સુરેન્દ્રનગરના યુવાને ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

આપને જાણીએ જ છીએ કે, હાલમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. લોકો નાની નાની વાતને લઈને આત્મહત્યા જેવા કદમ ઉઠાવતા હોય…

આપને જાણીએ જ છીએ કે, હાલમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. લોકો નાની નાની વાતને લઈને આત્મહત્યા જેવા કદમ ઉઠાવતા હોય છે. આ દરમિયાન ફરી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ ફક્ત એક સપનાને લીધે આત્મહત્યા કરી હતી.

હાલમાં એક યુવાને પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાનને આવતાં ડરામણાં સપનાથી તેના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું અને પરિવારને પણ અન્ય કોઈ શંકા ન હોવાનું બહાર આવ્યું હતું.

મયૂરરાજસિંહ ઝાલા પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરીને પરિવાર સાથે રહેતા હતા. 21 ફેબ્રુઆરીએ મયૂરરાજસિંહ દ્વારા ઘરે પંખા સાથે દોરી બાંધીને જીવન ટૂંકાવી નાંખતાં પરિવારજનો તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

આ ઘટનાને જાણ થતા ઘટના સ્થળે ગણપતભાઈ દેવથળા, ગીરીરાજસિંહ રાઠોડ, દિલીપસિંહ મસાણી સહિતની ટીમ પહોચી ગઇ હતી. આ ઉપરાંત મૃતકને 15 દિવસથી ડરામણાં સપનાં આવતાં હોવાથી ન તો તે કોઈ કામ કરી શકતો કે ન તે રાત્રે શાંતિથી સૂઈ શકતો હતો.

મયૂરાજસિંહ નાના હતા ત્યારે પણ તેમને ડરામણાં સપના આવતાં હતાં આ દરમિયાન ધાર્મિક વિધિ કરાવતાં તે બંધ થઈ ગયા હતા. ફરીથી આ પરિસ્થિતિ સર્જાતા દિકરાએ આવુ પગલુ ભર્યાનું તેમજ બીજુ કોઇ કારણ ન હોવાનું પરિવારજનોના નિવેદનમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *