લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી કાર 150 મીટર નીચે ખાબકી, ચારના મોત

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ફરી એકવાર મોટી દુર્ઘટના (Accident)ના સમાચાર મળી આવ્યા છે. રાજ્યની રાજધાની શિમલા (Shimla)ના રોહરુ (Rohru)માં એક કાર ખાડામાં પડી છે. આ…

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ફરી એકવાર મોટી દુર્ઘટના (Accident)ના સમાચાર મળી આવ્યા છે. રાજ્યની રાજધાની શિમલા (Shimla)ના રોહરુ (Rohru)માં એક કાર ખાડામાં પડી છે. આ અકસ્માતમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ કાર સવારો લગ્ન(Marriage) સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મધ્યરાત્રિએ રોહરુ વિસ્તારના ગામ પાસે તેમની કારનો અકસ્માત થયો હતો. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

શિમલા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં સામેલ કાર ટાટા પંચ તાજેતરમાં જ ખરીદી હતી. મોડી રાત્રે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં માર્યા ગયેલાઓની ઓળખ દેવિન્દર અત્રી (48) પુત્ર નોખરામ ગામ ભોલાદ, ત્રિલોક રક્ત (35) પુત્ર સ્વ. કલમસિંહ, આશિષ (28) પુત્ર સ્વ. હુમા નંદ, કુલદીપ (35) પુત્ર સ્વ. સિંઘ તરીકે થઈ છે. તમામ એક જ ગામના રહેવાસી હતા. શિમલા પોલીસનું કહેવું છે કે આ તમામ સમોલી ગામમાં લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા.

રાત્રે થયો અકસ્માત, સવારે ખબર પડી:
જણાવવામાં આવી રહ્યું છે કે, ભોલાદનો રહેવાસી દેવીન્દ્ર તેની કારમાં તેના ત્રણ સાથીઓ સાથે ગામ પરત ફરી રહ્યો હતો, પરંતુ મોડી રાત્રે કાર ચુપડી ગામ પાસે કાર ફૂટપાથ પરથી પડી ગઈ હતી. બુધવારે મોડી રાત્રે બનેલો આ અકસ્માત ગુરુવારે સવારે ત્યારે સામે આવ્યો જ્યારે ગામની એક મહિલા ખેતરમાં ઘાસ લેવા જતી હતી ત્યારે તેની નજર ત્યાં દુર્ઘટનાગ્રસ્ત કાર પર પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *