ફરી એકવાર બંધ થશે શાળા-કોલેઝ? કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ મૂકી દોટ, અહિયાં એકસાથે 60 વિદ્યાર્થીઓ…

પંજાબ(Punjab): દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. પંજાબની પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ પછી કેમ્પસને કન્ટેનમેન્ટ…

પંજાબ(Punjab): દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. પંજાબની પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ પછી કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું છે, જેથી ચેપને વધુ ફેલાતો અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓમાં હળવા લક્ષણો છે, ત્યારબાદ તેમને અલગ બ્લોકમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીમાં છેલ્લા ચાર દિવસમાં આ કોરોના કેસ સામે આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ યુનિવર્સિટીની મુલાકાત લઈને પરિસ્થિતિની માહિતી મેળવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં સંક્રમણના કેસ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ઘણા રાજ્યોમાં કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 3,275 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 55 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

IIT મદ્રાસમાં કોવિડના કેસ મળી આવ્યા હતા
તાજેતરમાં જ IIT મદ્રાસમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. 180થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ પછી, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે જો તેમનામાં કોરોના જેવા લક્ષણો છે, તો તેઓએ તેની તપાસ કરાવવી જોઈએ. આ સાથે, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા સહિત કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *